Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૪ ઓગસ્ટ-ર૦ર૧ બુધવાર
અષાઢ વદ-૧૧
કામિકા એકાદશી (દૂધ)
રાજયોગ ૧પ-૧૮થી ર૮-રપ સુધી

આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃષભ
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૧,
સૂર્યાસ્ત-૭-ર૪
જૈન નવકારશી- ૭-૦૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
૧પ-૦૮ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર- મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૧ થી લાભ-અમૃત-૯-૩૭ સુધી, ૧૧-૧પ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૦૯ થી ચલ-લાભ-૧૯-ર૪ સુધી, ર૦-૪૭ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-ર૧ થી ૮-૩ર સુધી,
૯-૩૭ થી ૧૦-૪ર સુધી,
૧ર-પ૩ થી ૧૬-૦૯ સુધી
૧૭-૧૪ થી ૧૮-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં લવ મેરેજના યોગ બને છે કે કેમ ? તે ખાસ જોવુ જોઇએ ઘણી વખત બે વ્યકિત વચ્ચે મિત્રતા હોય અને બેમાંથી એક વ્યકિતના ગ્રહોમાં લવ મેરેજના પ્રબળ યોગ હોય અને બીજાની કુંડલીમાં જો આવા યોગ ન હોય તો બનેના લગ્ન બાબત વિધ્ન આવે છે. અહીં જો બનેની જન્મની રાશિ એક હોય તો આગળ વધી શકાય છે. અહીં મારા અગાઉના લેખમાં મે લખેલ છે કે કોઇ એક ગ્રહને લઇને ફળાદેશ ન કરવુ મારા વર્ષોના અનુભવોએ મે જોયુ છે કે શનિ - મંગળ કે રાહુ વાળી કુંડલી જે સાતમા સ્થાનને અસર કર્તા હોવા છતાં પણ લગ્ન વહેલા થઇ જાય છે. જેથી શનિ - મંગળને લઇને મોડા લગ્ન થાય તેવુ ન માનવું - બીજાને મદદ કરવાની ઇચ્છા પ્રબળ બનાવવી.