Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-૬-ર૦ર૦,ગુરૂવાર
જેઠ સુદ-૧૩,ચૌદશનો ક્ષય છે. વિંછુડો-પ્રારંભ ૧૩-૦૮થી , રવિયોગ-૧૮-૩૭ સુધી,
સૂય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-કુંભ
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૭
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
૧૩-૦૮થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી શુભ-૭-૪૪ સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧૬-૦૬ સુધી, ૧૭-૪૭થી શુભ-અમૃત-ચલ-રર-૦૩ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૦ સુધી, ૯-ર૪ થી ૧ર-૪પ સુધી, ૧૩-પરથી ૧૪-પ૯ સુધી, ૧૮-ર૦થી ર૦-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
સફળતા મેળવવા અને પરિવારમાં સુખ અને સંપ સારો રહે તે માટે દરેક વ્યકિતએ ખાસ કરીને વડીલોએ અને પોતે જે બહુજ બુદ્ધિશાળી છે તેમ માનતા હોય તેમણે ખાસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો. સદ્બુદ્ધિથી પરિવારના સભ્યોને એક સંપ કેમ રહે તેનું ધ્યાન રાખવું-ઘટના સભ્યો અંદરો-અંદર ન ઝઘડે અથવા ઝઘડવાનો કે ગેર સમજોનો કોઇ પ્રશ્ન ઉભો ન થાય તેનું ધ્યાન રાખવું. બધાએ સાથે બેસીને કોઇ એક ટાઇમે સવારે કે સાંજે ઇશ્વરને માતાજીને પ્રાર્થના કરવી અને કુટુંબની શકિત પ્રમાણે પક્ષીને ચણ નાખવું કોઇ જરૂરીયાતવાળી વ્યકિતને પણ મદદ કરવી રોજ સૂર્ય નમસ્કાર કરવા અંધ-શ્રદ્ધામાં ન પડવું અને કોઇ પણ વ્યકિતએ ઇગો ન રાખવો. સંતાનોની નબળાઇને લઇને ગુસ્સો ન રાખવો પણ તેમને ધીરે ધીરે સમજણ આપવી. (ક્રમસ)