Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૩/૧ર/ર૦૧૭,રવિવાર
માગસર સુદ-૧પ,
વ્રતની પૂનમ, દતાત્રેય જયંતિ, બહુચરાજીનો મેળો, રોહિણી, ભદ્ર-૧૧-૦૮ સુધી, રવિયોગ
૯-ર૧ સુધી, અન્વાધાન-(બુધ વક્રી), પૂનમ રાત્રિના ૯-૧૭ સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧ર
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૮-૦૦
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૩૩થી ચલ-લાભ-અમૃત-
૧ર-૩૭ સુધી, ૧૩-પ૮થી શુભ-૧પ-૧૯ સુધી, ૧૮-૦રથી શુભ-અમૃત-ચલ-રર-પ૮ સુધી,
શુભ હોરા
૮-૦૬થી ૧૦-૪૯ સુધી, ૧૧-૪૩થી ૧ર-૩૭ સુધી, ૧૪-રપ થી ૧૭-૦૮ સુધી, ૧૮-૦ર થી ૧૯-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
હું હંમેશા વાંચકોને કંઇક નવુ આપવાની અને સચોટ આપવાની કોશિષ કરૃં છું. હવે જયારે રોબોટ સોયિાનો જન્મ થયો ત્યારના ગ્રહોનો અભ્યાસ કરતા શુક્ર ઉચ્ચનો છે તો ગુરૂ પણ ઉચ્ચનો બને છે. અદ્ભૂત તો એ વાતનું છે કે મંગળ પણ સ્વગૃહી બને છે. ડેવિસ હાન્સનની કંપનીએ જયારે આ રોબોટ લોંચ કર્યો ત્યારે તેઓએ કલ્પના પણ નહીં કરી હોય કે આ રોબોટ કેવા ગ્રહો લઇને જન્મ લ્યે છે અથવા લોંચ થાય છે અને દુનિયાના પ્રથમ રોબોટના જન્માક્ષર બનાવવાનું શ્રેય મને એટલે કુમાર ગાંધીને મલે છે. અદભૂત ગ્રહોમાં આ રોબોટના જન્મ થયો છે અને હવે આવનારો સમય શું કહે છે તે બાબત આપણે આગળ ચર્ચા કરીશું.