Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૩-૧૦-ર૦૧૯, ગુરૂવાર
આસો સુદ-પ, વિંછુડો, રવિયોગ ૧ર-૧૦થી દગ્ધયોગ ૧૦-૧રથી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૦
સૂર્યાસ્ત-૬-૩૨,
જૈન નવકારશી-૭-૨૮
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૦થી શુભ-૮-૦૯ સુધી, ૧૧-૦૭ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૪ સુધી, ૧૭-૦૩ થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૪ સુધી,
શુભ હોરા
૬-૪૦થી ૭-૩૯ સુધી,
૯-૩૮થી ૧ર-૩૬ સુધી
૧૩-૩૬ થી ૧૪-૩પ સુધી,
૧૬-૩૪ થી ૧૯-૩૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્રને ધર્મની સાથે જોડવાથી જરૂર કોઇ પણ પ્રશ્નોનું નિરાકરણ મલી શકે છે. પણ ધર્મને સમજવો ખૂબજ જરૂરી બને છે. ધર્મ એટલે શું કોઇ વિધિ વિધાન કરવાથી ધર્મ કરો છો તેમ તમો માનો છો ? તમોને શું લાગે છે. તમારો અંદરનો આત્મા શું કહે છે. ખરેખર ધર્મ એટલે શું તે સમજવું જોઇએ. કોઇ જરૂરીયાતમંદ વાળી વ્યકિતને તમો મદદ કરો છો અને જેનાથી તેની તકલીફો દૂર થાય છે તે વ્યકિતને તમો ભગવાન જેવા લાગો છે. આ સાચો ધર્મ થયો તમોએ કોઇના આશિર્વાદ લીધા કોઇને અનાજ કે કપડાનું દાન કર્યું તે ધર્મ છે. જન્મકુંડલીમાં દરેક ગ્રહોની અલગ અલગ પ્રકૃતિ હોય છે તેવી જ રીતે અલગ-અલગ વ્યકિતની પ્રકૃતિ પણ અલગ અલગ હોય જ છે. દરેક વ્યકિતને ભોજન કરવાની ઇચ્છા થાય છે જેથી અન્નદાન કરવાથી બધા જ ગ્રહોને શાંતિ મલે છે. દાન પણ સમજદારી પૂર્વકનું હોવું જોઇએ.