Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૩-૮-ર૦ર૦,સોમવાર
શ્રાવણ સુદ-૧પ,ઝુલન યાત્રા પૂર્ણ, રક્ષાબંધન-અન્વાધાન સવારે ૯-ર૬ પછી રક્ષાબંધન કરવું , અમરનાથ યાત્રા પૂર્ણ, કોકિલા વ્રત પૂર્ણ-નાળિયેરી પૂનમ હયગીવ જયંતિ,
ભદ્રા-૯-ર૬ સુધી, સિદ્ધિયોગ
૭-૧૪ થી સૂર્યોદય
સૂર્યોદય-૬-૨૧,સૂર્યાસ્ત-૭-રપ
જૈન નવકારશી-૭-૦૯
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૭થી ૧૩-૧૯થી
૬-ર૧થી અમૃત-૭-પ૯, ૯-૩૭થી શુભ-૧૧-૧પ સુધી, ૧૪-૩૧થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૪૭ સુધી, ર૩-૩૧ થી લાભ-ર૪-પ૩ સુધી,
શુભ હોરા
૬-ર૧થી ૭-ર૬ સુધી, ૮-૩રથી ૯-૩૭ સુધી, ૧૧-૪૮થી ૧પ-૦૪ સુધી, ૧૬-૦૯થી ૧૭-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજના પવિત્ર દિવસે રક્ષા બંધનની શુભેચ્છા.
આજ શ્રાવણી પૂનમ -બહેનોની રક્ષા માટે ભાઇ બહેનનો પવિત્ર દિવસ છે. બહારગામ રહેતી બહેનો પણ શકય હોય તો આજના દિવસે ભાઇને મલવા આવે છે અને તેમને રાખડી બાંધે છે. અહીં દેખાડો કરવા કરતા અંદરની લાગણીઓને જોવાની હોય છે. આજના દિવસે ઁ નમઃ શિવાયના જાપ કરવા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કર જરૂર પહેરવું. આજનો દિવસ ભાઇ બહેનના પ્યારનો પવિત્ર સંબંધોનો દિવસ છે. બહેનો ભાઇને ત્યાં જઇને પવિત્ર રાખડી બાંધશે અને ભાઇની લાંબા આયુષ્ય તંદુરસ્તીની પ્રાર્થના કરશે. બહેનોને પોતાની શકિત પ્રમાણે ભેટ આપશે. શુભેચ્છા આપશે.