Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
માગસર સુદ-૬
તા.ર-૧૨-ર૦૧૯,સોમવાર
માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવ-સૂર્ય છઠ્ઠ, અન્નાપૂર્ણા વ્રત આરંભ, પંચક ર૪-પ૮થી
સૂર્યોદય-૭-૧૧,સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્રરાશિ-મકર (ખ,જ)
ર૪-પ૮થી કુંભ (ગ,સ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૧ થી અમૃત-૮-૩૩ સુધી,
૯-પ૪ થી શુભ-૧૧-૧પ સુધી,
૧૩-પ૮થી ચલ-લાભ-અમૃત-
ચલ-૧૯-૪૦ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૮-૦પ સુધી, ૯-૦૦થી ૯-પ૪ સુધી, ૧૧-૪ર થી ૧૪-રપ સુધી, ૧પ-૧૯થી ૧૬-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
લોકો જયારે તકલીફોમાં હોય છે, ત્યારે કોઇ સારો આશરો શોધતા હોય છે. જયારે સમય ખરાબ હોય છે અથવા એમ કહેવાય કે જન્મના ગ્રહોની સાથે ગોચરના ગ્રહોની સ્થિતિ અનુકુળ નથી હોતી ત્યારે વ્યકિત કોઇને કોઇ તકલીફોનો સામનો કરવો પડે છે અને આવા કપરા સમયે વિજયોતિષ કે બીજા કોઇ ઉપાય તરફ દોરવાય છે અને વધુ તકલીફોનો ભોગ બને છે. કર્જ કરીને વીધી વિધાન કરે છે. બે રૂપિયાની વસ્તુના બે હજાર ખર્ચી નાખે છે અને તે પણ તેવડ ન હોવા છતાં પોતાના સંતાોનને સારૂ ખવડાવતા નથી પણ આવી રીતે મૂર્ખ બને છે. આ બધી ગ્રહોની ચાલ છે. કુદરતની તકલીફોમાંથી બચવા વ્યકિતએ પોતેજ ફકત ઇશ્વરનું નામ અને મહેનત બંને વસ્તુ કરવી પડે છે.