Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર-૧૧-ર૦૧૯,શનિવાર
કારતક સુદ-૬
રવિયોગ-ર૩-૦૧ સુધી,
ચંદ્ર પશ્ચિમ-દક્ષિણ,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-ધન
મંગળ-કન્યા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પર,
સૂર્યાસ્ત-૬-૦૮,
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્રરાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
ર૯-ર૬ થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૭ થી શુભ-૯-૪ર સુધી, ૧ર-૩૧ થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૪ સુધી, ૧૮-૦૯થી લાભ-૧૯-૪૯ સુધી, ર૧-ર૦ થી શુભ-અમૃત-ચલ-ર-૦ સુધી,
શુભ હોરા
૭-૪૯થી ૮-૪પ સુધી,
૧૦-૩૮થી ૧૩-ર૭ સુધી,
૧૪-ર૩ થી ૧પ-ર૦ સુધી,
૧૭-૧રથી ર૦-૧૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
દરેક મનુષ્ય એક ડર અનુભવે છે અને જેને લઇને જયોતિષ-તાંત્રીકો ભુવા-અથવા તો બોગસ લોકો કે જેઓ પોતે એવી વાતો કરતા હોય છે કે તેમના શરીરમાં માતાજી કે કોઇ દેવી શકિત પ્રવેશે છે. ઘણા લોકો પોતે માતાજી જેવો પહેરવેશ પહેરે છે અને ધર્મના નામે ધંધો કરે છે. ખરેખર તેમના શરીરમાં કોઇ દેવી શકિત કે માતાજી પ્રવેશતા નથી હોતા પણ જેઓ ડરપોક છે અથવા જીવનમાં કોઇ એવા ખોટા કામ કરેલ હોય છે કે કર્તા હોય છે તેઓ આવા ચમત્કારોમાં અટવાઇ જાય છે, પછી જયારે ગ્રહો સુધરે ત્યારે તેઓને પોતે છેતરાઇ ગયા હોવાનો અહેસાસ થાય છે. રોજ ઘરમાં માતાજીની છબીને દીવા, બતી કરવા અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી જરૂર તમોને લાભ થશે.