Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૮-ર૦ર૦,રવિવાર
શ્રાવણ સુદ-૧૪,ભદ્રા-ર૧-૩૦થી
સૂર્ય અશ્વિની ર૧-૩૦થી , રવિયોગ-૬-પર સુધી,
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૦,
સૂર્યાસ્ત-૭-ર૬
જૈન નવકારશી-૭-૦૮
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.થ.ઢ.)
૧ર-પ૮ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૭થી ૧૩-૧૯, ૭-પ૯થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૩ સુધી, ૧૪-૩૧થી શુભ-૧૬-૦૯ સુધી, ૧૯-રપ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૧ સુધી
શુભ હોરા
૭-ર૬ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૮થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૪થી ૧૮-ર૦ સુધી, ૧૯-રપથી ર૦-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
પરિવારના સભ્યો એક બીજાની તાકાત હોય છે તો કયારેક એ તાકાતને તોડવાના પ્રયત્નો કરવામાં આવે છે પણ જયારે ઘરની જ વ્યકિત પરિવારના સભ્યોની લાગણીઓને નુકશાન કરે છે ત્યારે વધુ દુઃખ થાય છે અને તેનાથી વધુ નુકશાન થાય છે કયા ગ્રહોને લઇને આવું બની શકે છે કોણ તમારી લાગણીઓને દૂર ઉપયોગ કરી શકે છે. તમો કોઇ સોસયલ કાર્ય માટે ગયા છો કે તમોને કોઇ આર્ટ આવડે છે અને તેને લઇને તમો કોઇના કોન્ટેકટમાં આવો છો અથવા એમ કહી શકાય કે કોઇ તમામ કોન્ટેકટમાં પ્રયત્નો કરીને સફળ થાય છે અને તમારા ખુબજ વખાણ કરે છે જે તમોને ફસાવવા માટેના પણ હોઇ શકે. અહીં તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવા જોઇએ થોડા પ્રેકટીકલ બનવું પડશે.