Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૭-ર૦ર૦,ગુરૂવાર
અષાઢ સુદ-૧ર, વામન પૂજા - પ્રદોષ વિંછૂડો, સ્થિર યોગ રપ-૧૪ થી સૂર્યોદયથી ૬-૦૮ સુધી,
સૂય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૩૪
જૈન નવકારશી-૬-પ૬
ચંદ્ર રાશિ- વૃષભ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર.ર૯ થી ૧૩.૧૮ સુધી
૬-૦૮થી ૭-૪૭ સુધી, ૧૧-૧૦થી ચલ-લાભ-અમૃત-૧૬-૧ર સુધી, ૧૬-૧ર સુધી ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ- રર-૧ર સુધી
શુભ હોરા
૬-૦૮થી ૭-૧પ સુધી, ૯-૩૦થી ૧ર-પ૧ સુધી, ૧૩-પ૮થી ૧પ-૦પ સુધી, ૧૭-ર૦થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા : -
ઘણા લોકો મેળાપક કરાવે છે અને તે સારી વાત છે. મેળાપક કરાવતી વખતે અને વ્યકિતના વ્યકિત્વની વાતો જાણવા મળે છે તો કયારેક પુર્ણ જાણકારી નથી મળતી કયારેક બનેમાંથી એકને કોઇ જાતનું અભિમાન હોય જે તેની જીંદગીને બરબાદ કરે છે પણ સાથે સાથે તેના નીવૃત અસ્થાની જીંદાગીને પણ બરબાદ કરે છે. ઘણા પરિવારમાં પુત્રવધુ નારાજ થઇ ગઇ હોય તેના પિયરે ચાલી ગઇ હોય તો યુવકના માતા-પિતા તરત જ બનેના પ્રશ્નો કેમ સોલ થાય અને ફરીથી જીવન સારૂ ચાલે તેવી કોશીષ કરતા હોય છે અને તેઓ દિકરા વાળા છે તેવુ માનીને કોઇ પહેલ ન કરે તો તેઓના મોટી ભુલ છે. કારણ કે તેઓના ઘરમાં દીકરાએ રહેવાનુ છે. જેથી સાસુ, સસરાએ તેના મા-બાપ બનવુ પડશે.