Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૪-ર૦ર૦, ગુરૂવાર
ચૈત્ર સુદ -૯,રામનવમી, સહજાનંદ જયંતિ, ગુરૂ પુષ્યામૃત-સિદ્ધિયોગ ૧૯-ર૮થી,
નવરાત્રી પૂર્ણ,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૦,
સૂર્યાસ્ત-૭-૦૧
જૈન નવકારશી-૭-ર૮
ચંદ્રરાશિ-મિથુન (ક.છ.ઘ)
૧૩-૩ર થી કર્ક (ઙ.હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૦ થી શુભ-૮-૧ર સુધી, ૧૧-૧૮થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૬ સુધી, ૧૭-ર૯ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૬ સુધી
શુભ હોરા
૬-૪૦ થી ૭-૪૧ સુધી, ૯-૪પ થી ૧ર-પ૦ સુધી, ૧૩-પર થી ૧૪-પ૪ સુધી, ૧૬-પ૮થી ૧૯-પ૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબત લોકો મેળાપકમાં શું જન્માક્ષર મલે છે કે કેમ ? તે બાબત ખૂબજ જરૂરી છે. તેની સાથે સાથેમારા વર્ષોના અનુભવ ઉપરથી હું એવું કહી શકું કે સગાઇ લગ્ન બાબત દોકડા તે બહુ મહત્વ ન આપવું કારણ કે ઘણી વખત એવું જોવામાં આવેલ છે કે દોકડા ૩૬માંથી ૩૬ મલતા હોય કોઇ પણ જાતનો દોષ કુંડલીમાં ન હોવા છતાં લગ્ન જીવન ટકી નથી શકતું તેની પાછળનું કારણ યુવક યુવતિની અણસમજ અને ખાસ કરીને માતા-િ:પતાનો વહેવારૂ અભિગમ અનુકુળ નથી હોતો જો યુવકના મા-બાપ સમજદાર હોય તો લગ્ન જીવન ચોક્કસ ટકી શકે છે. દિકરાની વહુ જો પિયર જતી રહેલ હોય તો યુવકના મા-બાપે પોતાની દિકરીની સાથે વાત કરે તેમ વર્તન કરવું જોઇએ. લાગણી બતાવવી ફોન કરવો. (ક્રમસ)