Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૧-ર૦૨૦,ગુરૂવાર
પોષ સુદ-૭,
પંચક, ભદ્રા-ર૧-૦૧ સુધી,
ચંદ્ર-પૃથ્વીથી અતિ દૂર ,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૮,
સૂર્યાસ્ત-૬-૧ર,
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્રરાશિ- મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-ઉતરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૮થી શુભ-૮-૪૯ સુધી, ૧૧-૩૦થી ચલ-લાભ-અમૃત-૧પ-૩ર સુધી, ૧૬-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૩ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૮-રર સુધી, ૧૦-૦૯થી ૧ર-પ૧ સુધી, ૧૩-૪પ થી ૧૪-૩૯ સુધી, ૧૬-ર૬ થી ૧૯-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં જયારે ગ્રહોની સ્થિતિ નબળી હોય મહાદશા નબળી અથવા વ્યય સ્થાનના માલીકની ચાલતી હોય આવા સમયે વ્યકિતઓ જે મુશ્કેલીમાં હોય છે તેઓ જયોતિષો-છાપામાં આવતી જાહેરાતો વગેરે બબાત વાંચીને પછી જન્માક્ષર બતાવતા હોય છે. બહુજ સારી વાત છે કે જન્માક્ષર બતાવીને માર્ગદર્શન લેવું અને પોતે જ કોઇ દાન કરવું-ઇશ્વરનું નામ લેવું પણ અહીં આવી મુશ્કેલીમાં આવી ગયેલાઓ એવું વિચારે છે કે જયોતિષો પાસે જવાથી કોઇ ચમત્કાર થશે. અહીં વ્યકિતઓએ પોતે થોડો વિચાર કરવો કે આમાં કેટલુ તથ્ય છે. હું મારા ચાહકો અને વાંચકોને અંધ શ્રદ્ધામાંથી બહાર નીકળે તે બાબતનો તાજો એવો પ્રયાસ છે. વાંચકોને કોઇ કન્ફયુઝન હોય તો તેઓ મારા સાથે ફોન ઉપર વાત કરી શકે છે. માર્ગદર્શન માટે જન્માક્ષર બતાવવા પણ કોઇ ચમત્કારમાં ન જ પડવું કારણ કે આવું બધુ નથી હોતું. (ક્રમસ)