વિવિધ વિભાગ
News of Monday, 15th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

મીત્રતા

''પહેલી મીત્રતા પોતાની જાત સાથે જ હોવી જોઇએ પરંતુ જુજ કિસ્સામાં જે એવું જોવા મળે છે કે વ્યકિતની પોતાની સાથે મીત્રતા હોય આપણે આપણી જાતના જ દુશ્મન છીએ અને વ્યર્થમાં એવી-આશા રાખીએ છીએ આપણે બીજાના મીત્ર બની જઇએ.''

આપણને આપણી જાતની આલોચના કરવાનું શીખવવામાં આવ્યું છે પોતાની જાત પ્રત્યે પ્રેમ એક પાપ સમજવામાં આવે છે- તે બીજા બધા જ પ્રેમની બુનીયાદ છે. આત્મ પ્રેમ દ્વારા જે બીજાને પ્રેમ શકય છે. આત્મ પ્રેમની આલોચના કરવાને લીધે બીજી બધી જ પ્રેમની શકયતાઓ પૃથ્વી પરથી અદ્રશ્ય થઇ ગઇ છે આ પ્રેમનો નાશ કરવા માટેની ખૂબજ ચાલાક વ્યુહરચના છે.

તે એવું જ છેકે તમે કોઇ વૃક્ષને કહોઃ ''પૃથ્વી તારી જાતને પોષણ નહી આપ, તે પાપ છે. તારી જાતને ચંદ્ર, સુર્ય અને તારાઓ દ્વારા પોષણ નહી આપ, તે સ્વાર્થીપણું છે. ઉદાર બન - બીજા વૃક્ષોની સેવા કર'' તે તાર્કીક લાગે છે. અને તેથી જ ખતરનાક છે તે તાર્કિક લાગે છેકે જો તમારે બીજાની સેવા કરવી હોય તો તમારી જાતનું બલીદાન આપો પરંતુ જો વૃક્ષ બલીદાન આપશે તો મરી જશે. તે બીજા કોઇ વૃક્ષને સેવા આપવા લાયક નહી રહે. તે પોતાનું અસ્તીત્વ જ ટકાવી નહી શકે.

તમને શીખવાડવામાં આવ્યું છેે. ''તમારી જાતને પ્રેમ ના કરો'' આ લગભગ એક વૈશ્વીક સંદેશ છે. કહેવાતા ધાર્મિક સંગઠનો દ્વારા જીસસનો નહી પરંતુ ક્રિશ્ચીયન ધર્મનો બુદ્ધતો નહી પરંતુ -બુદ્ધ ધર્મનો-બધા જ ધાર્મિક સંગઠનોનો આ ઉપદેશ છે તમારી જાતની આલોચના કરો, તમે પાપી છો, તમારી કોઇ કિંમત નથી.

અને આલોચનાને લીધે જ માનવજાતનું વૃક્ષ મુરઝાઇ ગયું છે તેમાં કોઇ જીવતતા, આનંદ નથી લોકો પોતાની જાતને કોઇપણ રીતે ખેંચી રહ્યા છે. લોકોનો અસ્તીત્વ સાથે કોઇ સબંધ નથી- તેઓના મુળ ઉખડી ગયા છેતેઓ બીજાની સેવા કરવાની કોશીષ કરે છે પણ કરી નથી સકતા કારણ કે તેઓની તેમની જાત સાથે જ મીત્રતા નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:01 am IST)