વિવિધ વિભાગ
News of Monday, 4th May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

યોજના વગરનું જીવન

''અસ્તીત્વમાં કોઇ યોજના નથી યોજના વગરના જીવન પાસે ખૂબજ સુંદરતા છે કારણ કે ભવિષ્યમાં હમેશા એક રોમાંચ રહેશે''

ભવિષ્ય કયારેય પુનરાવર્તન નહી હોય કઇક નવુ હમેશા બનતુ઼ જ રહે છે. અને તમે તેને હળવાશથી કયારેય ના લઇ શકો.

સુરક્ષિત લોકો યંત્રવત જીવન જીવે છે યંત્રવત જીવનનો અર્થ સાડા સાતે ઉઠવું, આઠ વાગે નાસ્તો કરવો, સાડા આઠે ટ્રેન પકડવી ઓફીસ માટે, સાડા પાંચે ઘરે આવવું ચા પીવી, છાપુ વાંચવું, ટીવી જોવુ, જમવુ, પોતાના સાથીને પ્રેમ કરવો અને ઉંધી જવું. ફરીથી બીજા દિવસે આ જ પુનરાવર્તન થશે. બધુ જ નકકી છે અને કોઇ જ રોમાંચ નથી ભવિષ્ય કઇ નથી પરંતુ ભૂતકાળનું ફરી અને ફરી  પુનરાવર્તન કરવું. તેમાં કુદરતી રીતે જ કોઇ ભય નથી તમે આ બધી વસ્તુઓ એટલી બધી વખત કરી છે કે તમે તેમાં કુશળ થઇ ગયા છો તમે તેને ફરીથી કરી શકો છો.

નવુ કરવામાં ભય છે. કારણ કે વ્યકિતને ખબર નથી કે તે કરી શકસે કે નહી. પરંતુ આ રોમાંચમાં આ સાહસમાં જ જીવન છે- જીવંતતા કહી શકીએ કારણ કે જીવન પણ મૃત શબ્દ જેવું છેે-જીવંતતામાં એક વહેણ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:44 am IST)