વિવિધ વિભાગ
News of Friday, 3rd September 2021

શ્રાવણ સત્સંગ

મહામૃત્યુંજય મંત્રનો શબ્દાર્થ

ૐ હૌં જૂ સઃ ૐ ભૂર્ભવઃ સ્વં, ૐત્ર્યંમ્બકમ્ મજાયદે સુગંધી પુષ્ટી વર્ધ નમ્ !

ઉર્વારૂક વિ બંધનાન મૃત્યુો ર્મુથીમ

મામૃંતાત્ ! સ્વં. ભુવઃ ૐ સઃ જૂં હૌં ૐ

મહામૃત્યુંજય મંત્ર આ સંપૂટનો અર્થ આ પ્રમાણે છે.

' હું બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રના ઉત્પાદકયતા એ પરબ્રહ્મ પરમાત્માને વંદન કરૂ છું. જેનો યશ ત્રણે લોકમાં સંપૂર્ણ વિશ્વમાં ફેલાયો છે અને જે વિશ્વના બીજ તેમજ ઉપાસકોના મણીમાહી ઐશ્વર્યના વર્ધક છે તે પોતાના મૂળથી પૃથ્થક તેમજ કાકડીના ફળની જેમ મને મૃત્યુ અથવા મૃત્યુ લોકથી મુકત કરીને અમૃત્વ (સાયુજ્ય મોક્ષ)નું પ્રદાન કર.

આ મંત્ર 'સંજીવની' નામથી પ્રખ્યાત છે. જ્યારે જીવન બહુ જ જટીલ થઈ ગયુ હોય. પ્રતિદિન દુર્ઘટના બનતી હોય છે એ તે વખતે આ મંત્રનું શ્રધ્ધા અને ભકિતથી સ્મરણ, રટણ કરવાથી દુર્ઘટના જેવી કે સર્પદંશ, વીજળી, વાહન અકસ્માત તતા અન્ય દુર્ઘટનાથી જીવનની રક્ષા થાય છે.

આ ઉપરાંત રોગ નિવારણ ભયંકર આધિ-વ્યાધિઓનો આ મંત્ર જાપથી વિનાશ થાય છે. જેને અસાધ્ય કહ્યા હોય એવા રોગો ઉપર આ મંત્ર જાપથી વિજય પ્રાપ્ત કરી શકાય છે. આ મંત્ર મોક્ષ પણ અપાવે છે.

દિર્ઘાયુ શાંતિ, ધન, સંપત્તિ, તુષ્ટિ તથા સદગતિ  કરવા આ મંત્ર અપાવે છે.

ઈશ્વર પ્રાપ્તિ માટે આપણામાં સાચી ધીરજ અને તૃષા જાગૃત થાય તો જ લક્ષ પ્રાપ્તિ થઈ શકે.

સાચી તૃષા, શ્રધ્ધા, સંયમ અને ધૈર્ય આ ચારને જો જીવનમાં આત્મસાત કરી શકાય તો જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આપણી જરૂરીયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે પરમ કૃપાળુ પરમાત્માની નજીક જઈ શકીએ છીએ અને આત્મસાતની આત્મસ્વરૂપની પ્રતિતિ તો જ થાય.

મનના મનોરથો પૂરા કરનાર સદાશિવ

કાળના પણ કાળ, પાપ હરનાર મહાકાલે મહાદેવને નમસ્કાર, સૌનું કલ્યાણ કરનાર તેમજ ગજચર્મને ધારણ કરનાર ભોળા શંભુને વંદન, પ્રાણી માત્રને સુખ આપનાર શિવને નમસ્કાર.

અલ્પભકિતથી ભકતો ઉપર પ્રસન્ન થનાર ભોળાશંભુને નમન, શિવજી મકરંદના મધુર વચનોની વૃષ્ટિ કરનાર છે. અને માત્ર એકજ બીલીપત્ર ચડાવવાથી તેઓ સંતુષ્ટ થાય છે. અનેક જન્મોના પાપોનો નાશ કરે છે.

જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દુર કરે છે. મનના મનોરથોને પૂરા કરનાર સદાશિવ છે.

શાપ અને દોષનો નાશ કરવામાં તેઓ કુશળ છે આકાશ જેવા વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા ભોળાનાથને નમસ્કાર તેમના નામ માત્રના જાપથી પાપ નાશ પામે છે.

ઇચ્છીત વસ્તુનૂં દાન આપવાના મુખ્ય કારણરૂપ દેવાધિદેવ મહાદેવજી છે દ્રષ્ટ રાક્ષસોના વિનાશ માટેસૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતું રૂપ મહાદેવજીને નમસ્કાર.

ભોળાનાથ મહાદેવજીના પરમ ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી જીવનને સમૃધ્ધ બનાવવા માટે શિવ પંચાક્ષર માલાનો નિત્ય પાઠ કરી શકે છે.

ૐ નમઃ શિવાય, ૐ નમઃશિવાય ૐ નમઃશિવાય, નામની જાપમાળા કરવાથી સદાશિવ મહાદેવજી પ્રસન્ન થાય છે રે સર્વજ્ઞ પ્રભુ ! જગતની રક્ષા માટે નૃત્ય કરે છો સાધકોને સિધ્ધિ આપવા માટે નૃત્ય કરો છો, પરંતુ એ સમયે એવો ભય ઉત્પન્ન થાય છે. દ્રઢ દીર્ધ અને પુષ્ટ એવી ગોળાકારે ફરતી ભુજાઓના અથડાવાથી નક્ષત્ર સમુહ પીડા પામે છે.

અંતરીક્ષ મંડળ અને ગ્રાહમંળ, પણ અસ્ત વ્યસ્ત થઇ જાય છે. છુટી ગયેલી જટાઓના તાંંડવથી સ્વર્ગ પણ ખળભળી ઉઠે છે. આમ ત્રણેય લોકનો સંહાર થશે કે શું ?

જગતનું પાલન કરવા માટે આપ નૃત્ય કરો છો છતા ડર લાગે છે તે એવી રીતે કે જેમ ચક્રવર્તી રાજા સ્વદેશની રક્ષા માટે મોટા સૈન્યને લઇને ચાલે છે. અને ત ેજોનારને બીક લાગે છે. તેમ આપના વૈભવનું છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:21 am IST)