વિવિધ વિભાગ
News of Monday, 9th August 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૨૨

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ખોરાક
‘‘જયારે બાળકનો જન્‍મ થાય છે ત્‍યારે તેનો પ્રથમ પ્રેમ અને પ્રથમ ખોરાક એક જ હોય છે -માં તેથી  ખોરાક અને પ્રેમ વચ્‍ચે ઉંડુ જોડાણ છે ખરેખર પહેલા ખોરાક આવેછે અને-પ્રેમ તેને અનુસરે છે.''
પહેલા દિવસે બાળક પ્રેમને સમજી શકતુ નથીતે ખોરાકની ભાષા સમજે છે કે જે બધા જ પ્રાણીઓની પૌરાણીક પ્રાકૃતિક ભાષા છે બાળક ભૂખ સાથે જન્‍મે છે. ખોરાકની તરત જરૂર છે પ્રેમની ઘણાબધા સમય સુધી જરૂર નથી. તે તત્‍કાળ જરૂરીયાત નથી વ્‍યકતી આખૂ જીવન પ્રેમ વીના જીવી શકે છે. પરંતુ ખોરાક વીના જીવી શકતો નથી- આજ સમસ્‍યા છ.ે
ધીમે-ધીમે બાળકને એવુ લાગે છે કે જયારે મા ખૂબજ પ્રેમાળ હોય છે. ત્‍યારે અલગ રીતે સ્‍તન આપે છ.ે જયારે તે-ઉદાસ અથવા ગુસ્‍સામાં હોય છે. ત્‍યરે સ્‍તન અનિચ્‍છાએ આપે છે. અથવા તો આપતી જ નથી તેથી બાળકને એવુ લાગે છે કે જયારે ખોરાક માટે છે ત્‍યારે પ્રેમ મળે છે. આ સભાનતા અચેતનમાં આવે છ.ે
જયારે તમને પ્રેમ નથી મળતો ત્‍યારે તમે વધારે ખાવ છો-તે એક પુરક બની જાય છે અને ખોરાક સાથે કામ કરવુ સહેલુ છે કારણ કે ખોરાક મૃત છે તમે જેટલું ઇચ્‍છો તેટલું ખાઇ શકો હવે ખોરાક તમને ના નહી કહે તે ખોરાકમાં નીપુણ બની જશે પરંતુ પ્રેમમાં તમે નીપુણ નહી બની શકો તેથી હુ કહીશ કે- ખોરાકને ભૂલી જાવ. જેટલી ઇચ્‍છા હોય તેટલૂં ખાવ પરંતુ પ્રેમનું જીવન જીવવાની પણ શરૂઆત કરો અને અચાનક જ તમે જોશો કે તમે હવે વધારે નથી ખાતા. શુ તમે જોયુ છે ? તમે જયારે ખૂશ હશો ત્‍યારે તમે વધારે નથી ખાતા ખુશ વ્‍યકિત એટલી સંપુર્ણતા અનુભવે છે કે તેને અંદર કોઇ જગ્‍યા ખાલી નથી લાગતી દુઃખી વ્‍યકિત તેની અંદર ખોરાક જમા કરતો રહે છ.ે
સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:03 am IST)