વિવિધ વિભાગ
News of Saturday, 17th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિત)

જગ જનની મા અન્નપૂર્ણા

નિત્ય આનંદ વરદાન અને અભય આપનાર એવા માતા અન્નપૂર્ણા...! આપતો પ્રત્યક્ષ મહેશ્વરી છો હિમાલય પુત્રી પાર્વતી છો કાશી નગરીના અધિષ્ઠાત્રી દેવી છે.

આપ શત્રુઓનો નાશ કરી યોગીઓને આનંદ આપનારા છો, સર્વ ઐશ્વર્ય અને ઇચ્છીત વસ્તુ આપનાર છો. ત્રણેય લોકનું રક્ષણ કરો છો

આપ જ ગૌરી, ઉમા અને કાર્તિકેય ની શકિત રૂપ છો. હે! માતા 'આપ' વિશ્વનાથ સદાશિવ ને પ્રસન્ન કરનારા છો.

હે, મા અન્નપુર્ણા આપ સર્વના યાતા અને અન્ન આપનાર છો.

મહાદેવજીના સત્ય રજ, તમો ગુણના ભાવોને પ્રગટ કરનાર, પણ આપ જ છો. સ્વર્ગ અને પાતાળના ઇશ્વરી છો જગતના બીજરૂપ છો.

આદિ ગુરૂ શંકરાચાર્યે કાશીમાં જઇને વિશ્વનાથ મંદિરના દેવી અન્નપૂર્ણા સમક્ષ ઉભા રહીને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે યાચના કરી હતી. તે સમયે તેમણે અન્નપૂર્ણા  અષ્ટકનો મહિમા વર્ણવી મધુર સ્તુતિ કરી હતી.

જગદગુરૂ શંકરાચાર્યજીએ સદા શિવ મહાદેવની નગરી કાશીમાં વિશ્વનાથ મંદિરના દેવી અન્નપૂર્ણા સમક્ષ અન્નપુર્ણા સ્તોત્ર રચ્યું હતું.

શંકરાચાર્યજી અન્નપૂર્ણાની સ્તુતિ કરતાં કહે છે,

હે ! દેવી ! તમે દક્ષ પ્રજાપતિના પુત્રી છો અને સુંદર રૂપ ધારણ કરનાર છો. તમે મનુષ્યોની દુર્દશા ને દુર કરી તેમનું કલ્યાણ કરનાર છો. હે, દેવી મા તમે તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ સમાન ક્રાંતિવાળા છો. તમે ચંદ્ર કુંડળ અગ્ની સમાન તેજસ્વી કુંડળની ધારણ કરો છો સર્વના દુઃખ દર્દ હરનાર છો.

સર્વદા પુર્ણ સ્વરૂપ અને ભગવાન ભોળાનાથ મહાદેવજીને પ્રાણથી પણ અધિક પ્રિય એવા હે....! અન્નપૂર્ણ પાર્વતીજી ! આપ મારા જ્ઞાન અને વૈરાગ્યની સિધ્ધિ માટે આપ મને ભિક્ષા આપ જ આપો. જેથી હું મોક્ષ મેળવી શકું.

હે ! દેવી આપ જ મારા માતા છો. મદ્રેશ્વર મહાદેવજી મારા પિતા છે શિવભકતો બધા મારા બાંધવો છે. આ ત્રણેય ભુવન મારૂ રાષ્ટ્ર છે.

ભિક્ષાન દેહી કૃપાલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી.

હે માતા અન્નપૂર્ણા સદાય સૌ પર કૃપા કરનારા માતા મને ભિક્ષા પ્રદાન કરો...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:35 am IST)