વિવિધ વિભાગ
News of Wednesday, 25th August 2021

શ્રાવણ સત્સંગ

પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં છે

પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં વસેલા છે આપણો તેનો ઉપયોગ કરી સંપૂર્ણ લાભ કઇ રીતે લઇ શકીએ તે આપણા પર આધારિત છે.

ઇશ્વરને સમજવાનો તેમને જીવન સાથે જોડવાનો મોટો ફાયદો એ છે કે, ભકત નિર્ભય બની જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઇ જાય છે.

વિભિષણ જે રાવણ સામે નજર મીલાવી શકતા નહોતા તે જ વિભિષણ જયારે શ્રી રામચંદ્રજી સાથે જોડાયા પછી એજ રાવણ સાથે લડયા.

ભગવાન મહાદેવ તેમના પત્ની પાર્વતીને કહ્યું હતું કે-હે ઉમા શું વિભિષણ કયારેય રાવણની સામે આંખ ઉંચી કરી શકતા ન હતા પણ રામચંદ્રજીનો પ્રભાવ જુઓ કે તેમના શરણમાં ગયા પછી વિભિષણ હવે તેની સામે કાળ બની લડી રહ્યા છે.

ઇશ્વરની કૃપા તેના પ્રભાવથી ભકતને લડવાની શકિત તો મળે જ છે. તેમ છતા કેટલીકવાર કુકર્મો સાથે લડતા લડતા ભકત થાકી પણ જાય વિભિષણે રાવણ સાથે ઘણી લડાઇ કરી પરંતુ રાવણથી મોટો કોઇ દુર્ગણી હોઇ શકે ખરો !

અંતે લડતા લડતા કંટાળી હનુમાનજી તરફ જોયુ પરંતુ હનુમાનજી તો સકંટ મોચક જેવી એમની દ્રષ્ટિ વિભિષણ પર પડી, વિભિષણને થાકેલા જોઇ હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પર્વત ઉઠાવી દોડી ગયા

રાવણના રથ ઘોડા અને સારથીનો નિકાલ કર્યા પણ તેની છાતી પર જોરથી લાત મારી દશાશન ઉભા તો રહ્યા પરંતુ હનુમાનજીના પ્રહારથી તેનુ આખુ શરીર કંપવા લાગ્યું.

ઇશ્વર સાથેનું જોડાણ તેનામા વિશ્વાસ આપતાને દરેક સંકટમાંથી બચાવી શકે એક વાર આપણે આપણી ભીતરમાં વસેલા પરમત્માને ઓળખી લઇએ  તેને ઉજાગર કરી લઇએ.

પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌમાં સમાન રીતે વસેલા તે તેનો ઉપયોગ કરી પૂર્ણ લાભ લઇએ.

(10:17 am IST)