વિવિધ વિભાગ
News of Monday, 13th April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ઓછી ઉર્જા

''એવુ નહી વિચારો કે ઓછી ઉર્જા હોવાનો મતલબ કઇક ખોટુ છે. વધારે ઉર્ર્જા હોવી તે પણ કઇ ખાસ નથી.''

તમે વધારે ઉર્જાનો વિનાશક શકતી તરીકે ઉપયોગ કરી શકો છો વધારે ઉર્જાવાળા લોકો સદીઓથી આખી દુનીયામાં આ જ કરી રહ્યા છે. ઓછી ઉર્જાવાળા લોકોથી દુનીયાને કયારેય સહન નથી કરવું પડયું હકીકતમાં તેઓ સૌથી વધારે નિર્દોષ લોકો છે. તેઓ કયારેય હીટલર, સ્ટેલીન કે મુસોલીજા ના બની શકે તેઓ વિશ્વ યુદ્ધની શરૂઆત ના કરી શકે તેઓ બીજા ઉપર ચડાઇ ના કરી શકે તેઓ મહાત્વાકાંક્ષી નથી.તેઓ લડી ના શકે અથવા રાજકારણી ના  બની શકે ઓછી ઉર્જાને ઉદાસીન બની જાય તો જ ખોટુ છે. જો તે  હકારાત્મક બની રહે તો તેમાં કઇ ખોટુ નથી તફાવત એટલો જ છે જે બુમો પાડવા અને ધીમેથી કહેવા વચ્ચે છે. બુમો પાડવા માટે વધારે ઉર્જા જોઇએ અને ધીમેથી કહેવા માટે ઓછી ઉર્જા-એવો પણ સમય છે.જયારે બુમો પાડવી મૂર્ખતા ગણાશે અને ધીમેથી બોલવું બરાબર-લાગશે. અમુક લોકો બુમો પાડવા માટે બનેલા છે અને અમુક લોકો ધીમેથી બોલવા માટે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:28 am IST)