વિવિધ વિભાગ
News of Saturday, 28th March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

ઝુલેઝુલે છે ગબ્બરની માત અંબા ઝુલે છે

એકજ દેવી મહામાયા સમયે સમયે જુદા જુદા અવતાર લઇ રાક્ષસોને સંહારે છે દેવી પુરાણ અને અન્ય પુરાણોની કથા પ્રમાણે પૂર્વ જન્મમાં શિવપત્ની પાર્વતીનું એ દક્ષ પ્રજાપતિની કન્યા રૂપે અવતાર લીધો અને સતિ કહે છે.

દક્ષે એક મોટો યજ્ઞ આરંભ્યો એ યજ્ઞમાં પોતાની કન્યા સતિ અને જમાઇ શિવજીને આમંત્રણ આપ્યું નહી તો પણ સતિ પાર્વતી પિતાનો યજ્ઞ જોવા માટે પહોંચી ગઇ પિતા દક્ષે તેનું અપમાન કર્યું અને શિવજીની ભારે નિંદા કરી આ બધુ સહન નહી થતા સતિએ યજ્ઞ કુંડમાં પોતાનો દેહ હોમી દીધો.

શિવજીને જાણ થતા તેઓ યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા અને દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો સતિનો અડધો બળેલો દેહ ખંભા ઉપર લઇ શિવજી ઉન્મત બની ભયંકર નૃત્ય કરવા લાગ્યા.

ત્રણેય લોક ભયભિત બની ગયા ધરતી ધ્રુજવા લાગી શિવને આવા નૃત્યમાંથી અટકાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતિના એક એક અંગે છેદવા લાગ્યા સતિનાએ કપાયેલા અંગો ધરતી લોક પર એકાવન સ્થળોએ પડયા તે દરેક સ્થળે દેવી શકિત ભૈરવ સાથે પ્રગટ થઇ અને એ રીતે દેવી શકિતના પ૧ શકિતપીઠ બન્યા ગુજરાતમાં આવા ત્રણ શકિતપીઠ છે. (૧) અંબાજી (ર) બહુચરાજી (૩) પાવાગઢ માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ જે ભગવતી અંબાજી પોષી પૂર્ણિમાં એ એકજ મહાદેવીનું વિભિન્ન સ્થળે પ્રાગટય થયું.

આ કથાનું તાત્પર્ય એ છે કે મહાદેવી અગ્નિમાં હોમાયા પણ એનો નાશ થયો નથી. પણ તેઓ તો એકમાંથી અનેકરૂપે સર્વત્ર વ્યાપી જાય છે.

અંબાજી તિર્થધામમાં સતિ પાર્વતીનો હૃદયનો ભાગ પડેલો છે આથી અંબાજી શકિતપીઠનો ભારે મહિમા છે.

કહેવાય છે કે બ્રહ્મ ક્ષેત્રેના ખેડબ્રહ્મામાં અંબાજી માતા પ્રગટ બિરાજમાન થયેલા તે પછી ગબ્બર પર સ્થપાયા માતાજીના અનન્ય ઉપાસક અને દાંતા સ્ટેટના મહારાણા માતાજીને ખેડબ્રહ્માથી અંબાજીમાં લાવ્યા મહારાણા આગળ ચાલતા હતા પાછળ માતાજીની સવારી આવતી હતી. રાજાએ પાછળ જોવાનુ હતું નહીગાઢ જંગલમાં આવતા માતાજીની સવારી કેટલે દુર છે એ જોવા મહારાણાએ પાછળ જોયુ...અને તેથી માતાજી ત્યાંની ગબ્બર પર્વત પાસેના અંબિકા વનમાં સ્થિર થઇ ગયા તે પછી મહારાજાએ પર્વત નીચે માતાની શ્રીયંત્ર -વિસાયંત્ર-રૂપે સ્થાપના કરી .

ઝુલે ઝુલે છે ગબ્બરની માત  આંબા ઝૂલે છે....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:13 am IST)