વિવિધ વિભાગ
News of Saturday, 5th October 2019

નોરતુ ૭ મું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

દૈત્યના સંહારથી સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો...!

દૈત્યરાજની માયાવી શકિતને જગદંબાએ અદ્ભુત શકિતથી રોકી લીધી. આથી વધારે ક્રોધે ભરાયેલાં દુર્ગે વિશાળ  વિન્ધ્યાચલ પર્વતના શિખરો ઉખેડીને દેવી પર ફેંકવા લાગ્યો, જેને મહાદેવીએ વ્રજના પ્રહારથી ભાંગીને ભુક્કો કરી નાખ્યો.

દુર્ગની માયાવી શકિત ક્ષીણ થવા લાગી, તેણે હાથીનું સ્વરૂપ ધારણ કર્યુ અને દેવી સામે દોડયો, પર્વતાકાર હાથીને જોઇને દેવીએ તેને પાટાથી બાંધીને તેની સુંઢ કાપી નાખી, કપાયેલ નાક વાળા દુર્ગે ભેંસનું રૂપ લીધું અને શિંગડાથી પર્વતનેઉખેડવા લાગ્યો.

દુર્ગના ઉપદ્રવથી સમગ્ર બ્રહ્માંડ વ્યાકુળ થયું દેવી ભગવતીમાં એ દાનવ ઉપર ત્રિશુલનો ઘા કર્યો, જેવું ત્રિશુલ ભેંસને લાગ્યું કે ભેંસનું રૂપ ત્યજીને હજારો ભુજાધારી પુરૂષનું રૂપ લઇ દાનવ દુર્ગ દેવીનો હાથ પકડી આકાશ તરફ લઇ જવા લાગ્યો, આકાશમાં ઉંચે લઇ જઇને તેણે જગદંબાનો હાથ છોડી દીધો...! અને ક્ષણ માત્રમાં બાણોની જાળ રચીને તેમાં ઘેરી લીધા એ વખતે મહાવીરોએ પોતાના બાણ વડે દૈત્યની બાણજાળને ભેદીને એક એવું મહાબાણ માર્યુ કે જેમાં દૈત્ય બંધાઇ ગયો. મહાબાણ દુર્ગની છાતીમાં ખુંપી ગયું તેની આંખે અંધારા આવવા લાગ્યા.

અત્યંત વ્યાકુળ થઇને તે જમીન પર જઇ પડયો, મહાપરાક્રમીને પૃથ્વી પર પડતો દેખીને દેવતાઓ દુદંભી બજાવવા લાગ્યા.

દુર્ગના સંહારથી સમસ્ત સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો.

દૈવી શકિતીઓએ દૈત્યની વિશાળ સેનાનો નાશ કર્યો.

સુર્ય, ચંદ્ર અને અગ્નિએ ખોયેલુ તેજ પાછુ મેળવ્યું એ વખતે મહર્ષિઓ સાથે દેવો મહાદેવી પાસે આવ્યા, દેવીને પુષ્પોથી વધાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા.

દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થયેલા દેવી ભવાનીએ દેવતાઓને કહ્યું હે! દેવગણ તમારો જે અધિકાર છીનવાઇ ગયો, તે હવે આજથી પહેલાની જેમ ભોગવો.ં

તમારી સ્તુતિથી પ્રસન્ન થઇ હું વરદાન આપુ છુ કે જે કોઇ મનુષ્ય પવિત્ર ભકિતભાવથી મારી સ્તુતિ દ્વારા  સ્તવન કરશે તેના ઉપર ડગલે ને પગલે આવતી વિપતીઓનો નાશ કરીશ. અત્યંત દુર્ગમાં દુર્ગ એવો દૈત્યનો મેં સંહાર કર્યો છે, એથીહું દુર્ગા નામથી ઓળખાઇશ, જે દુર્ગાના શરણે આવશે તેની કયારેય દુર્ગતિ થશે નહીં

આ પ્રમાણે વરદાન આપીને મહાદેવી અંર્તધ્યાન થયા....

'' ઓમ હ્રી દુ દુર્ગાયે નમ ''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:55 am IST)