વિવિધ વિભાગ
News of Monday, 4th January 2021

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઉદાસી

''જયારે ઉદાસ છો ત્યારે ખરેખર ઉદાસ થાવ, ઉદાસીમાં ડૂબી જાવ બીજુ તમે શું કરી શકો ? ઉદાસી જરૂરી છે તે ખૂબજ વિશ્રામદાયક છે, એક અંધકારમય રાત્રી તમને ઘેરી લે છે. તેની અંદર ડુબી જાવ. તેને સ્વીકારો અને તમે જોશો કે જે ક્ષણેતમે તેને સ્વીકારશો તે સુંદર બની જશે.''

ઉદાસી ખરાબ છે. કારણ કે આપણે તેને ધીકકારીએછીએ તે ખરેખર ખરાબ નથી એકવાર તમે તેને સ્વીકારશો તો તમે જોશો કે તે કેટલી સુંદર છે, આરામદાયક છે. શાંત છે. તેની પાસે એવું કઇક આપવા જેવું છે જે ખુશી કયારેય નહી આપી શકે.

ઉદાસી ઉંડાણ આવેછે ખૂશી ઉચાઇ આપ છે.ઉદાસી મુળ છે ખૂશી શાખાઓ છે ખૂશી વૃંક્ષ જેવી છે જે આકાશમાં ફેલાય છે અને ઉદાસી છે અને ઉદાસી મુળ જેવી છે જે ધરતીના પેટાળમાં ઉંડે જાય છે બંને જરૂરી છે અને વૃક્ષ જેટલું ઉપર જશે તેટલા જ મુળ ઉડા હશે જેટલું મોટુ વૃક્ષ હશે તેટલા જ તેના મુળ ઉંડા હશે તે એક સમતોલન છે.

તમે સમતોલના લાવી ના શકો તમે જે સમતોન લાવશો તે ઉપયોગી નથી તેલાદેલુ છે. સમતોલન સ્વયંર્સ્ફુત છે. અલબત તમે જયારે ખૂશ થાવ છો ત્યારે ખૂબજ ઉતેજીત થઇ જાવ છો અને થાક લાગે છેતમે તે જોયુ છે ? પછી તરત જ હૃદય બીજી દીશામાં ગતી કરે છે જેતમને આરામ આપે છે. તમે તેને ઉદાસી તરીકે અનુભવો છો તે તમને આરામ આપે છે. કારણ કે તમે ખૂબ જ ઉતેજીત થઇ ગયા હતા તે દવાની જેમ ઉપચાર તરીકેકામ કરે છે.તે એના જેવું જ છે જે આખો દિવસ તમે ખૂબજ કામ કરીને રાતે આરામ કરો  સવારે તમેફરીથી તાજા થઇ જશો ઉદાસી પછી તમે તાજા થઇ જાવ  છો, ફરીથી ઉતેજના અનુભવવા માટે તૈયાર થઇ જાવ છો.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:31 am IST)