વિવિધ વિભાગ
News of Saturday, 23rd September 2017


જગત જનની માં ભૂવનેશ્વરી ઐશ્વર્યની દેવી આધ્યાત્મિક-ભાવનાત્મક

ભુવનેશ્વરી એટલે સમગ્ર ઐશ્વર્યની સ્વામિની ઐશ્વર્ય ઇશ્વરના ગુણો છે. તે આનંદ સ્વરૂપ ઉપલબ્ધ છે. તે માનવ અને ભૌતિક છે. ઐશ્વર્યની દેવી આધ્યાત્મક -ભાવનાત્મક છે.

ભૌતિક દૃષ્ટિકોણથી સમજાયુ કે ભૂવનેશ્વરીની ભૂમિકામાં પહોંચવાથી ઉપાસક પણ લગભગ સમાન સ્તરની ભાવના સંવેદનાઓથી ભરપૂર બને છે.

વૈભવ માટે ભૌતિક સુખસાધન જરૂરી છે. ઐશ્વર્યની ઉપલબ્ધી પણ સ્વયં પુરૂષાર્થથી જ શકય છે. વ્યાપક આશિર્વાદની અનુભૂતિ અને સામર્થ પ્રાપ્ત કરવા માટે ઉપાસનાશીલ પુરૂષાર્થ કરવા પડે.

ભૂવનેશ્વરીનુ સ્વરૂપ આંદોલન, આસન વગેરેનું સંક્ષિપ્તમાં આ પ્રકારનું છે. માળા, નિયમિતતા અને સંમતિ મૌન તેમજ લાગણીનું પ્રતિક છે.

આસન-શાસન પાઠ સર્વોચ્ય સત્તાના પ્રતિક છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે ભૂવનેશ્વરી પીઠ છે. માં ભૂવનેશ્વરીનું મંદિર તો આ ગોંડલનું એક માત્ર મંદિર હોવાનું મનાય છે. જેની સ્થાપના ઇ.સ.૧૯૪૬ મા આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ભૂવનેશ્વરી માતાજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ભૂવનેશ્વરી માતાજીના વરદાન, પાશ, અંકુશ, અને અભય મુદ્રા ધારણ કરે છે. મા ભૂવનેશ્વરી મંદિર આસપાસનું વાતાવરણ પ્રભાવપૂર્ણ અને પૂનિત રહે છે.

ભુવનેશ્વરી મા બ્રહ્માન્ડના શાશક છે. જગતજનની છે. આખુ બ્રહ્માન્ડ તેમનું શરિર અને  સંસારના લોકો તેમના અનંત અસ્તિત્વ પરના આભુષણો સમાન મનાય છે.

આ મંદિરે મહાશિવરાત્રી વસંતપંચમી, ચૈત્રી નવરાત્રી ભૂવનેશ્વરી પાટોત્સવ, આસોમાસના નોરતા, દિપાવલી મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે.

સર્વ સ્વરૂપે સર્વશે સર્વશકિત સોમન્વીતે

ભપેભ્ય સ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:03 am IST)