વિવિધ વિભાગ
News of Friday, 8th September 2017

સાથી હાથ બઢાના

મજુરી કામ કરી પેટીયુ રળતા રસીકભાઇ સોલંકીને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧૦ લાખની જરૂર

  રાજકોટ તા. ૮ : મજુરી કામ કરી બે દિકરા, બે દિકરી, વૃધ્ધ માતા પિતા અને પતિ પત્નિ પોતે એમ કુલ ૮ લોકોના પરિવારની જવાબદારી વહન કરતા રસીકભાઇ હરીભાઇ સોલંકી ખુદ કિડનીની બિમારીમાં સપડાઇ જતા ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. છેલ્લા એક દોેઢ વર્ષથી કિડનીની બિમારી લાગુ પડતા રોજીરોટી બંધ થઇ ગઇ છે. એવામાં ડાયાલીસીસનો ખર્ચ ઉમેરાયો. બન્ને કિડની ડેમેજ છે. સ્ટર્લીંગમાં સારવાર શરૂ કરાવી છે. તેમના પત્ની રીનાબેન કિડની આપવા તૈયાર થયા હોય કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાશે. આ માટે રૂ. ૧૦ લાખનો ખર્ચ થાય તેમ છે. આટલી મોટી રકમને પહોંચી વળવા તેમનો પરિવાર સક્ષમ નથી. ત્યારે સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા રણછોડનગર બ્રાંચમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૨૦૩૬૩૨૧૬૭૯૧ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન ભગીરથ સોસાયટી શેરી નં.પ, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૯૯૧૩૨ ૬૮૯૧૧ અથવા તેમના પિતાશ્રી હરીભાઇ મો.૯૯૨૫૯ ૧૩૨૯૪ નો સંપર્ક કરી શકાય છે.

(4:01 pm IST)