વિવિધ વિભાગ
News of Wednesday, 19th June 2019

પ્રગતિશીલ, વિકાસશીલ અને ભ્રષ્ટાચારમુકત સરકાર દ્વારા અમે સશકત, સમૃધ્ધ અને સંપન્ન ભારતના નિર્માણ માટે કટીબધ્ધ છીએ

ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણીને લાગણીસભર પત્ર

રાજકોટ, તા. ૧૯ : જેમને હૈયે સદાય રાષ્ટ્રપ્રેમ, લોકકલ્યાણ અને જનસેવાની ભાવના વસેલી છે એવા ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં જવલંત વિજય પ્રાપ્ત થયો છે તથા દેશના પ્રધાન મંત્રી પદે તેઓ પુન: બિરાજમાન થયા છે તેનું ગુજરાતી તરીકે સહુ સવિશેષ ગૌરવની લાગણી અનુભવે છે.

ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણીને લાગણીસભર પત્ર લખ્યો છે.      

પ્રધાન મંત્રીશ્રી લખે છે અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ સિધ્ધાંત સાથે આગળ વધી રહ્યા છીએ. લોકભાગીદારી વડે વિકાસને ગતિ આપવા અમે પૂરેપૂરા સમર્પિત છીએ. પ્રગતિશીલ, વિકાસશીલ અને ભ્રષ્ટાચારમુકત સરકાર દ્વારા અમે સશકત, સમૃધ્ધ અને સંપન્ન ભારતના નિર્માણ માટે કટીબધ્ધ છીએ.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ કાર્યક્ર્મોમાં સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હરહંમેશ લાગણીભર્યો સહયોગ રહ્યો છે. ‘સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત 2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચોટીલા સ્થિત ઝવેરચંદ મેદ્યાણીનું ઐતિહાસિક જન્મસ્થળ સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું. 2011-ઓગસ્ટમાં પિનાકી મેઘાણી અને માતા સ્વ. કુસુમબેન મેઘાણી સાથેની મુલાકાતમાં એમણે પ્રેરક એક વાત કહી હતી. આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને સાહિત્યનું જતન આપણે નહિ કરીએ તો નવી પેઢી આપણને કદાપિ માફ નહિ કરે.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેદ્યાણી 

ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:29 am IST)