વિવિધ વિભાગ
News of Thursday, 2nd May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

વિશિષ્ટ ભય

તે એક સારા પ્રકારનો ભય છે. જયારે તમે જાણતા નથી કે ચોકકસ તે શું છે.

તેનો સરળ  અર્થએ થાય છે કે તેમ કઇક અજ્ઞાતની ખૂબજ નજીક છો?

જયારે તમારો ભય હેતુ  આધારીત હશે તો તે એક સામાન્ય ભય છે કોઇ વ્યકિતને મોતની બીક લાગે છે -તે ખૂબજ સામાન્ય ભય છ.ે તેના વિશે કાઇ ખાસ નથી.- વૃદ્ધાવસ્થાનો ભય, બીમારીનો ભય-આ બધા જ સામાન્ય ભય છે. જયારે તમે કોઇ ભયનો હેતુ ના શોધી શકો તો તે એક વિશિષ્ટ ભય છે. જયારે ત ેકોઇ પણ કારણ વગર ત્યા છે. તે વ્યકિતને ખરેખર ભયભીત બનાવે છે જો તમને કારણ મળી જાય તો મનને સંતોષ થઇ જાય. જો શા માટે છે તેનો જવાબ મળી જાય તો મનને તેની સાથે વળગી રહેવાનો ઉતર મળી જાય જયારે તમને તર્કસંગત ઉતર મળી જાય છે તમે સંતુષ્ટો અનુભવો છો.

શા માટે પુછવા કરતા વસ્તુને જેમ છેતેમ જ જોવી વધારે બરાબર છે. કઇક અજ્ઞાત તમારી આસપાસ ફરે છે અને બધા જ શોધકર્તાઓની આસપાસ તે ફરેી છે આ એ જ ભય છે જેમાંથી બધા જ ખોજીઓએ પસાર થવાનું છે હું અહીયા તમને કોઇ ઉતર નથી આપતો પરંતુ તમને તેની અંદર ધકેલુ છું હું કાંઇ મનોચિકિત્સક નથી- હુ તો અસ્તીત્વવાદી છુ મારો પ્રયત્ન તમને વધારેમાં વધારે વસ્તુઓનો અનૂભવ કરવા માટે સક્ષમ બનાવવાનો છે -જેમ કે પ્રેમ, ભય, ગુસ્સો, લાલચ, હિંસા, કરૂણા, ધ્યાન, સુંદરતા વગેરે જેટલો વધારે તમે આ બધી વસ્તુઓનો અનૂભવ કરશો એટલા જ વધારે તમે સમૃદ્ધ બનશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:18 am IST)