વિવિધ વિભાગ
News of Thursday, 4th April 2019

શનીવારે ઝવેરચંદ મેઘાણી રચિત ''સિંધુડો''ના પ્રાગટ્ય દિને ભાવાંજલી કાર્યક્રમ

ઘોલેરા, ધંધુકા, રાણપુરમા શૌર્યગીતો ગુંજશે

રાજકોટ, તા.૪: સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્ત્।ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ''સિંધુડો'' ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુદ્યોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રેમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે. આ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ અને ગભરાઈને 'સિંધુડો'ને જપ્ત કર્યો હતો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્ત્િ।ની સેંકડો 'સાઇકલોસ્ટાઈલ્ડ' નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી.

 

'સિંધુડો'ના ૮૯મા પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી નિમિત્ત્।ે — ૬ એપ્રિલ ૨૦૧૯ ને શનિવારે — ઘોલેરા (ગાંધી ચોક અને શહીદ સ્મારક), ધંધુકા (જિલ્લા પંચાયતનું ઐતિહાસિક રેસ્ટ હાઉસ) અને રાણપુર (પોલીસ સ્ટેશન પાસે આવેલ મેદ્યાણી-પ્રતિમા) ખાતે ભાવાંજલિ અર્પણ થશે. 'સિંધુડો'ના શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનું સમૂહ-ગાન પણ કરાશે. સહુ ભાવિકજનોને આ ભાવાંજલિ કાર્યક્ર્મમાં પધારવા ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ ડાભી (મો. ૯૮૨૫૪૧૧૫૬૯)નું જાહેર નિમંત્રણ છે.

૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક 'દાંડી યાત્રા' શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ 'સૌરાષ્ટ્રના સિંહ' તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં. ધોલેરા સત્યાગ્રહના અગ્રણી સેનાનીઓ હતા. બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ 'સુશીલ', જગજીવનદાસ મહેતા, રસિકલાલ પરીખ, કકલભાઈ કોઠારી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા 'સોપાન', રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી 'દર્શક', કનુભાઈ લહેરી, મનુભાઈ બક્ષી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, રતુભાઈ કોઠારી, કાંતિલાલ શાહ, વૈધ બાલકૃષ્ણભાઈ દવે. બહેનોનું સુકાન સંભાળેલું: દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, ચંચળબેન દવે, સવિતાબેન ત્રિવેદી, સુમિત્રાબેન ભટ્ટે.

સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર-સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. મહાત્મા ગાંદ્યીએ તેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરુદથી નવાજયા હતા.

આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણી* ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(4:03 pm IST)