વિવિધ વિભાગ
News of Friday, 23rd August 2019

બુધવારે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ : ચોટીલામાં ત્રિવિધ કાર્યક્રમો

૧૨૩ મી જન્મજયંતિ નિમિતે મેઘાણીવંદના - કસુંબલ લોકડાયરો , જન્મસ્થળે ભાવાંજલી કાર્યક્રમ, મેઘાણી સાહિત્યનું પુસ્તક પ્રદર્શન

મહાત્મા ગાંધીએ જેમને શ્નરાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેદ્યાણીની ૧૨૩મી જન્મજયંતી — ૨૮ આઙ્ખગસ્ટ ૨૦૧૯ ને બુધવારે — એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું છે.

સવારે ૯ (નવ) કલાકે ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કની આગળ, જૂની રેલ્વે-લાઈન પાસે) ખાતે મેઘાણી વંદના(કસુંબલ લોકડાયરા)નું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્ર્મ સવારે ૯ કલાકે યોજાશે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. હાસ્યકાર હરિસિંહ સોલંકી, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ સંચાલન કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ શ્નરઢિયાળી રાત શ્નમાંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ શ્નસોરઠી સંતવાણીમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે. કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.

ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્યપુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 

વધુ વિગત માટે પિનાકી મેદ્યાણી (૯૮૨૫૦૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર-મામા (૯૯૭૮૧૭૦૯૩૪)નો સંપર્ક કરી શકાશે.

પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ ૅં નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે.આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ. દશા શ્રીમાળી જૈન વણિક એવા મેદ્યાણી-પરિવારના વડવાઓનું મૂળ વતન અમરેલી જિલ્લામાં સાતલ્લી નદીને કાંઠે વસેલું ભાયાણીનું બગસરા.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા પુસ્તકાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ભારતના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦ સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી દરમિયાન ૧૧૪ મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પિનાકી મેદ્યાણી દ્વારા અહિ, સ્વખર્ચે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું રસપ્રદ સચિત્ર પ્રદર્શન મૂકાયું છે.(૪૫.૮)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:36 am IST)