વિવિધ વિભાગ
News of Monday, 24th January 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૬૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ગતી
‘‘આપણી બધાની એક ગતી છે. જીવન આપણી-પોતાની પ્રાકૃતિક ગતી પ્રમાણે જ આગળ વધવુ જોઇએ.''
એકવાર તમે સાચી લય જાણી લેશો, તમે ઘણુ વધારે કરવા માટે શકતીમાન બની જશો. તમારી ક્રિયાઓ ઉતેજીત નહી હોય તે વધારે સરળતાથી થશે. ઘણા લોકો ધીમે કામ કરતા હશે પરંતુ ધીમી ગતીને પણ પોતાની એક ગુણવતા છે. અને ખરેખર વધારે સારી ગુણવતાઓ છે ઝડપથી કામ કરવાવાળા લોકો વધારે સંખ્‍યામાં કામ પુરૂ કરશે પરંતુ તેની ગુણવતા-ધીમી ગતીવાળા લોકો જેવી નહી હોય ધીમી ગતીવાળાની બધી જ ઉર્જા ગુણવતા ઉપર કેન્‍દ્રીત હશે.
જો તમે થોડી વસ્‍તુઓ જ કરો પરંતુ ખૂબજ સુંદર અને સંપૂર્ણ કરો તો તમે ખૂબજ ખૂશ અને તૃપ્‍તી અનુભવાશે. વધારે વસ્‍તુઓ કરવાની કોઇ જરૂર જ નથી જો તમે એકજ વસ્‍તુ કરો અને તેમાં તમને સંપૂર્ણ સંતુષ્‍ટી મળે તો તે પુરતુ છે.તમારૂ જીવન સંપૂર્ણ છે. તમે ઘણીબધી વસ્‍તુઓ કરો- છો અને એકમા પણ સંતુષ્‍ટ નથી. તો શુ અર્થ છે ?
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:27 am IST)