વિવિધ વિભાગ
News of Thursday, 23rd December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૯

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

આત્મીયતા
‘‘જયારે તમે જાણશો કે કઇ રીતે સબંધ બાંધવો- વસ્તુઓ સાથે પણ કઇ રીતે સંબંધ બાંધવો-તમારૂ આખુ જીવન બદલાઇ જશે.’’
જયારે તમે શુઝ પહેરો છો, તમે તેની સાથે એક મીત્રની જેમ વર્તી શકો છો, અથવા તો તમે બેપરવા અથવા વિરોધી પણ બની શકો છો શુઝને તેનાથી કઇ ફરક નથી પડતો પરંતુ તમને મોટો ફરક પડશે.
પ્રેમાળ બની રહેવાની કોઇ તકને છોડો નહી, તમારા શુઝ પહેરતી વખતે પણ પ્રેમાળ બની રહો. પ્રેમાળ બની રહેવાની આ ક્ષણો તમને મદદરૂપ થશે વસ્તુઓ સાથે- લોકોની જેમ સબંધ બાંધો લોકો તેનાથી ઉંલ્ટુ કરેછે. તેઓ લોકો સાથે વસ્તુઓ જેવો સબંધ રાખે છે. પતી એક વસ્તુ  બની જાય છે. બાળક એક વસ્તુ બની જાય છે પત્ની એક વસ્તુ બની જાય છે. મા એક વસ્તુ બની જાય છે.
લોકો સંપૂર્ણ પણે ભૂલી જાય છે કે તેઓ જીવીત છે તેઓ ઉંપયોગ કરે છે. પરંતુ તમે વસ્તુઓ સાથે પણ લોકોની જેમ સબંધ રાખી શકો છો- ખુરશી સાથે પણ તમે એક પ્રેમાળ સંબંધ બનાવી શકો છો. વૃક્ષો સાથે, પક્ષીઓ સાથે પ્રાણીઓ સાથે પણ પછી કઇ જ બીજાનું નહી રહે.એક આત્મીયતા-ઉંત્પન્ન થશે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:25 am IST)