વિવિધ વિભાગ
News of Tuesday, 12th March 2019

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ એક બીજા મિત્રએ પુછયું કે શું આ નાચવા-કુદવા વગર ધ્યાન ન થઇ શકે ?

ધ્યાન તો થઇ શકે છે, ધ્યાન તો કાંઇ કર્યા વગર થઇ શકે છે. પરંતુ જેમણે પુછયું છે તેમને થઇ શકશે નહી. ધ્યાન તો કાંઇ કર્યા વગર થઇ શકે છે. જરા પણ ધ્રુજારી વગર થઇ શકે છે. ધ્યાનનો અર્થ જ એ છે કે જયાં કાંઇ હલનચલન ન હો, જયાં બધા જ કંપન રોકાઇ જાય, પરંતુ જો નાચવાથી ભયભીત છે અથવા વિચારે છે આનાથી બચી જાય તેમને ન થઇ શકે અને તે બધી જ ચીજોથી ભયભીત થઇ જાશે.

મેં તો ધ્યાનની ન ખબર કેટલીય પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યો છે. જે પ્રક્રિયાનો ઉપયોગ કરૂ છું, લોકો એમાં પુછે છે કે આના વગર ન થઇ શકે? જો તેમને કહો કે ઉંડા શ્વાસોશ્વાસ કરો. તો લોકો આવી જાય છે પુછવા માટે કે એવી કોઇ યુકિત નથી કે ઉંડો શ્વાસોશ્વાસ ન લેવો પડે. આ ગહરી શ્વાસ ન લેવી પડે?

મેં લોકોને કહયું કે શાંત તઇને સુઇ જાઓ તો તેઓ આવીને કહે છે કે શાંત થઇને સુવાથી તો કાંઇ થતું નથી. તેમને મે કહયું કાંઇ ન કરો, ખાલી મૌન રહો. તેઓ કહે છે મૌન તો અમે રહી જાય છીએ. પરંતુ અંદર વિચાર ચાલુ રહે છે. કોઇ બીજો રસ્તો બતાવો.

જે મનથી તમે આ સલાહ લઇ રહયા છો જે કહે છે કે કોઇ બીજો રસ્તો બતાવો. તે હંમેશા કહેશે જે પણ ધ્યાનની પ્રક્રિયા હશે તેમાં કહેશે કોઇ બીજો રસ્તો બતાવો. કેમ કે તે ડરે છે મરવાથી તે મને મરવાથી ડરે છે. અને ધ્યાન છે મનથી મૃત્યુ. તે બધી બાજુથી તમને રોકશે.

તો તમે એની ચિંતા છોડો કે કોઇ બીજી તરકીબ હોય છે. ના ! કેમ કે આ તરકીબમાં વાંધો ઉઠાવે છે બધી જ તરકીબમાં વાંધો ઉઠાવશે. બધી જ તરકીબમાં તે કહેેશે કે એની શું જરૂરત છે?

-ઓશો

ધ્યાનકે કમલ

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-૯૪૨૭૨-૫૪૨૭૬

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:21 am IST)