વિવિધ વિભાગ
News of Thursday, 21st February 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન પ્રકૃતિને પસંદ કરો

''તમને જ્યારે સમાજ અને પ્રકૃતિ વચ્ચે મતભેદ લાગે, પ્રકૃતિને પસંદ કરો-કોઇપણ ભોગે.તમે કયારેક હારશો નહી.''

અત્યાર સુધી એવો વિચાર છે કે કોઇપણ વ્યકિતનું અસ્તીત્વ સમાજ માટે છે, કોઇપણ વ્યકિતએ સમાજે સુચવેલા નિયમો પ્રમાણે વર્તન કરવુ જોઇએ વ્યકિતએ સમાજને અનુકુળ થવુ જ જોઇએ આ એક સામાન્ય માનવીની વ્યાખ્યા થઇ-જે સમાજને અનુકુળ થઇને રહે છે. સમાજ પ્રાપ્ત હોય છતા પણ તમારે તેને અનુકુળ થઇને રહેવાનું છે તો જ તમે સામાન્ય છો.

હવે દરેક વ્યકિત માટે સમસ્યા એ છેકે પ્રકૃતિ એક વસ્તુની માંગ કરે છે અને સમાજ બીલકુલ તેનાથી ઉલ્ટી માંગ કરે છે. જો સમાજ અને પ્રકૃતિતી માંગ એક જ હોત તો કોઇ સમસ્યાના હોત. આપણે હંમેશા સ્વર્ગમાં જ રહેતા હોત. સમસ્યા ઉભી થાય છે કારણ કે સમાજના પોતાના હિતો હોય છે. જે જરૂરી નથી કે દરેક વ્યકિતના હિતો સાથે લયબધ્ધ હોય. સમાજના પોતાના રોકાણો હોય છે. અને વ્યકિતએ તેના માટે બલીદાન આપવું પડે છે. આ ખૂબજ ઉલટ-સુલટ દુનીયા છે.

ખરેખર તેનાથી ઉલ્ટુ હોવુ જોઇએ વ્યકિતનું અસ્તીત્વ સમાજ માટે નથી પરંતુ સમાજનું અસ્તીત્વ વ્યકિત માટે છે કારણ કે સમાજ એક સંસ્થા છે, તેનો કોઇ આત્મા નથી. વ્યકિત પાસે આત્મા છે જે ચેતનાનું કેન્દ્ર છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 am IST)