વિવિધ વિભાગ
News of Monday, 18th February 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન અભ્યાસ કરનાર અને નિષ્ણાંત ''બધી જ મહાન શોધો અભ્યાસ કરનારને લોકોએ કરી છે''

એવુ હમેશા બને છે કે જ્યારે તમેકોઇ નવા કામની શરૂઆત કરો ત્યારે તમે ખૂબજ સક્રિય હોવ છો, ખૂબજ તલ્લીન હોવ છો અનેતેમાં પૂરેપૂરા ડુબેલા હોવ છો ધીમે-ધીમે જેમ જેમ તમેકામથી પરીચીત થતા જાઓ છો તેમ તેમ શોધક અને કલાત્મક ન રહેતા તમે એકને એક કામનુ પુનરાવર્તન કરતા રહો છો. આ પ્રાકૃતિક છે કારણ કે તમે કોઇ કામમાં વધારે કુશળ બનો તેમ કામ કરવાની પધ્ધતી પુનરાવર્તીત થઇ જાય છે. કુશળતા - પુનરાવર્તનથી જ આવે છે.

તેથી બધી જ મહાન શોધો અભ્યાસ કરનાર દ્વારા થાય છ.ે કારણ કે નીષ્ણાંત વ્યકિત પાસે પુનરાવર્તન કરવા માટે ઘણુ બધુ હોય છે. જો કઇ નવુ બને તો નીષ્ણાંત લોકો સાથે શું બને છે ? કોઇ વ્યકિત વર્ષો સુધી અભ્યાસ કરીને નીષ્ણાંત બનેછેતેથી તેઓ કોઇ શોધ નથી કરી શકતા કારણ કે તેઓ તેની કુશળતાની હદ બહાર જતા જ નથી એક બાજુ તેઓ વધારે અને વધારે કુશળ થતા જાય છે અને બીજીબાજુ તેઓ વધારે અને વધારે નીરસ અને કામને પુરૂ કરવા ખાતર કરતા હોય તેવું લાગે છે હવે કામમાં તેમના માટે નવુ કાંઇ નથી જેનો તેમને રોમાંચ હોય-તેમને ખબર જ છે કે આગળ શું થવાનું છે. તેમને ખબર જ છે કે તેઓ જઇને શુ કરશે તેમાં કોઇ આશ્ચર્ય અને રોમાંચ નથી.

તેથી અહી એક પાઠ શીખવા મળે છે. નીષ્ણાંત થવુ સારૃં છે પરંતુ હંમેશાને માટે તે જ કામ કરવુ સારૂ નથી જયારે પણ તમારી અંદરથી એવો અહેસાસ થાય કે હવે કામમાં કોઇ રોમાંચ નથી તો તેને બદલી નાખો, કઇક શોધ કરો, કઇક નવુ ઉમેરો, જુનુ દુર કરવો. ફરીથી કામ કરવાના એક જ માળખાથી દુર થાઓ-તેનો અર્થ કુશળતાથી દૂર થાઓ-ફરીથી અભ્યાસ કરનાર બનો ફરીથી અભ્યાસ કરનાર બનવા માટે ખૂબજ હીમત અને સાહસની જરૂર પડશે. પરંતુ તેનાથી જ જીવન સુંદર બનશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:15 am IST)