ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 264
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

જાગૃતતા
‘‘કયાય જવાની જરૂર નથી જયા છીએ ત્યા જ જોવાની જરૂર છે. જો તમે જાગૃત બનશો તો અચાનક તમે અનુભવશો કે તમે જયા પહોંચવાની કોશીષ કરી રહ્યા છો ત્યાં પહેલેથી જ-તમે છો!!''
વ્યકિત જન્મજાત સંપૂર્ણ છે-કઇ ઉમેરવાની જરૂર નથી અને કઇ સુધારવાની જરૂર નથી અને કઇ સુધારી-સકાય પણ નહી સુધરવાના બધાજ પ્રયત્નો વધારે ગરબડ અને મુંઝવણ પેદા કરે છે તમે જેટલું તમારી જાતને સુધારવાનો પ્રયત્ન કરશો તેટલી તમારી મુશ્કેલીઓ વધશે. કારણે કે દરેક પ્રયત્ન તમારી વાસ્તવીકતાની વિરોધમાં હશે તમારી વાસ્તવીકતા જે હોવી જોઇએ તે છે. જ, તેને સુધારવાની કોઇ જરૂર નથી-વ્યકિત ફકત જાગૃત અવસ્થામાં જ વિકાસ પામે છે તે એવુ જ છે કે તમે તમારા ખીસ્સા તપાસતા નથી અને વિચારો છો કે તમે ભીખારી છો, તેથી તમે ભીખ માગવા નીકળી જાવ છો અને તમારા ખીસ્સામાં કિંમતી રત્નો રહેલા છે. જે તમને બધુ જ આપી શકે જે જીવનમાં જરૂરી છે. પછી એક દિવસ તમે ખીસ્સામાં હાથ નાખો છો અને અચાનક જ તમે રાજા બની જાવ છો અસ્તીત્વમા કઇ પણ બદલાવ નથી થયો -પરિસ્થિતી એક જ છે-રત્નો પહેલેથી જ ત્યા હતા અને અત્યારે પણ ત્યા જ છે એક જ વસ્તુ બદલાઇ છે. હવે તમે જાગૃત છો કે તે તમારી પાસે જ છે.
તેથી જે વિકાસ થયો છે તે જાગૃૃતતાના થયો છે.અસ્તીત્વમાં નહી અસ્તીત્વ જેમ હતુ તેમજ છે બુધ્ધ ક્રાઇસ્ટ તમે અથવા કોઇપણ વ્યકિત બધા એકજ- અવસ્થામાં છે. એકજ અવકાશના છે એક વ્યકિત જાગૃત થઇ જાય છે અને બુધ્ધ બની જાય છે અને બીજી વ્યકિત અજાગૃત રહીને ભીખારી જ બની રહે છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧