વિવિધ વિભાગ
News of Monday, 1st November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 245

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

તીવ્ર ઇચ્છા
‘‘ઇચ્છા ઝંખના બની જાય છે. જયારે તમે તેના માટે બધુજ જોખમ લેવા માગો છો ઝંખના જીવનથી પણ ઉંપર છે- વ્યકિત તેના માટે મરી પણ શકે છ.ે ઇચ્છાઓ ઘણી હોઇ શકે છે. પરંતુ ઝંખના એક જ હોઇ શકે છે કારણ કે તેને તમારી પુરેપુરી ઉંર્જાની જરૂર છે.’’
તમે તમારા કોઇ ભાગને બચાવીને ના રાખી શકો તમે-તમારી ઝંખના તરફ સાવચેતીથી ચતુરાઇથી, ગણતરી પૂર્વક ના જઇ શકો તેએક પાગલપન યુકત કુદકો હશે લોકો ખંડિત છે એક ઇચ્છા તમને ઉંતર તરફ લઇ જાય છે અને બીજી દક્ષીણ તરફ અને બધી ઇચ્છાઓ તમને બધી જ દીશાઓ તરફ લઇ જાય છે. અને તમને વીક્ષીપ્ત કરી નાખે છ.ે તેથી લોકો કયાય પહોંચી શકતા નથી- તે શકય નથી કારણ કે એક ભાગ એક તરફ જાય છે અને બીજો ભાગ બીજી તરફ તમે કેવી રીતે પહોંચી શકો ? પહોંચવા માટે તમારી સંપૂર્ણતા જરૂરી છે તેવી જ તમે લોકોને ઢસડાતા જુઓ છો તેઓના જીવનમાં કોઇ તીવ્રતા જોવા મળતી નથી તેઓ ઘણી દિશાઓમાં વહી રહ્યો છે.
પરંતુ ઝંખના આશીર્વાદ રૂપ છે. વ્યકિતએ તેની ગંભીર થઇને ના કરવી જોઇએે કારણ કે જે ક્ષણે તમે ગંભીર બનશો તમે તનાવ યુકત નહી તે આનંદદાયક હોવી જોઇએ તે રમત જેવી-હોવી જોઇએ તે હાસ્ય, નૃત્ય અને ગાયનથી ભરપુર હોવી જોઇએ તે ફરજ ના બનવી જોઇએ તમે કોઇ વ્યકિત કેભગવાન ઉંપર ઉંપકાર નથી કરી રહ્યા-‘તમે ફકત તમારે જેમ જીવવુ છે તેમ જીવી રહ્યા છો.આ-રસ્તે જ તમે જયોતીમય બનવા માગો છો...પરંતુ તે એક-નૃત્ય કરતી જયોતી હોવી જોઇએ.’
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬


સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:20 am IST)