વિવિધ વિભાગ
News of Thursday, 19th August 2021

શ્રાવણ સત્સંગ

સદાશિવ સર્વોપરી

પરમકૃપાળુ પરમાત્મા સદાશિવ સૌથી ન્યારા છે.સર્વોપરી છે. સર્પધારી છે સ્મશાનમાં તેમનો વાસ છે. સૌથી ઉંચી પર્વત માળાએ તેમનું નિવાસ છે. તેમની જટામાં બીજનો ચંદ્ર છે તેમની વિશાળ જટામાં ગંગાને સમાવી છે.

ભોળાનાથ સાથે જોડાયેલ તમામ પ્રતિકને સમજાવાનો પ્રયાસ કરીએ તો એક નવી દ્રષ્ટી મળે છે. પછી એ વિષયોનું પ્રતિક સર્પ, કે સત્ય-રજસ તમસનું પ્રતિક પ્રભુનું ત્રિશુલ કે, નાદનું પ્રતિક, ડમરૂ કે પછી શિતળતાનું પ્રતિક ચંદ્ર કે, પછી ધારણ કરેલા મનની ચંચળતાનું પ્રતિક હરણ કે ગર્વનો નાશ કરવું  ચર્મ, પરંતુ આ સૌમાં ખાસ છે તેમનું નિવાસ સ્થાન કૈલસા પર્વત. દેવાધિ દેવ મહાદેવજીનો કૈલાસમાં નિવાસ છે. તેની પાછ થોડા કારણ છે જેમાં તેઓ એકાંતપ્રિય છે. બીજા દેવીદેવતાઓ મહેલોમાં વાસ કરે છે વૈભવી છે પરંતુ મહાદેવજી તો જગતના વૈભવોથી દુર સ્મશાનપર વાસ કરે છે. એનો અર્થ એ થાયછે. કે, એકાંતથી જ સાધના શકય છે. ભોળાનાથ સુધી પહોંચવુ હોય તો વિષયોથી દુર રહી સ્વાધ્યાય કરવો જરૂરી છે.

બીજુ એ કે, ભોળાનાથ મહાદેવ સ્થિરતામાં નિવાસ કરે છે. કૈલાસ પર્વત, સ્થિરતાનું પ્રતિક છે. માટેજ ભકતજનોમાં વિચારો, વાણી અને સ્થિરતા જરૂરી છે.

આ ઉપરાંત સદાશિવ શિતળતામાં વસે છે. તેનો ભકતજન શિતળ હોવા જોઇએ તેઓ મનથી શાંત હશે તો નવા વિચારો અમલમાં મુકી શકશો.

અનેક દુષણોની અગ્નિ સાથે રહેતો ભકત કૈલાસજી જેમ ઠંડો રહેતો ભોળનાથને પણ રહેવાનું મન થાય.

ચોથી બાબત એ છે કે મહાદેવજી ઉંચાઇ ઉપર રહે છે. એનો અર્થ એકે ભકતના જીવનમાં પણ વિચારોની  ઉંચાઇ જરૂરી છે.

અને પછી ત્યારેજ તે સદાશિવની પ્રસન્નતાનો અધિકારી બની શકે છે.

માટે જ ભકતજને ઉંચાઇ, શિતળતા, એકાંત  અને સ્થિરતા જેવા ગુણો  આત્મસાત કરવા જોઇએ.

હે મૃત્યુજપ કૈલાસેશ્વર સામ્બ સદા શિવતપ શરણ્મ્

કૈલાસવાસી રૂદ્ર ગિરીશ પાર્વતીપતિ ૐ તવ શરણ્મ ૐ

કૈલાસને નિવાસી નમુ વારવારહું આયો શરણ તીહાહી, પ્રભુ તારનાર તું

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)