વિવિધ વિભાગ
News of Thursday, 1st August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 સરેરાશ કક્ષાનુ

''કયારેય પણ સામાન્ય માર્ગ નહી અપનાવો કારણકે તે જીવનની વિરુધ્ધ અને પાયારૂપ છે. કયારેય એવુ  નહી માંગો કે જીવન જોખમ વગરનુ હોય અને કયારેય સુરક્ષા નહી માંગો કારણકે તે મૃત્યુને માંગવા સમાન છ''ે.

ઘણા લોકો એકદમ સુરક્ષીત છે. કોઇપણ જાતનું જોખમ લીધા વગર સપાટ મેદાનમાં રહેવાનુ નક્કી કરે છે. તેઓ કયારેય ઉંડી ખાણમાં પડતા નથી. અને કયારેય ટોચ પર પણ પહોચતા નથી. તેઓનુ જીવન નીરાશાજનક હોય છે.  નથી કોઇ ટોચ , નથી ખીણ, નથી દિવસ નથી રાત, તેઓ ફકત નીસ્તેજ રંગો વગરનું જીવન જીવે છે. મેઘધનુષનુ અસ્તીત્વ  તેમના માટે નથી તેઓ નીસ્તેજ જીવન જીવે છે.  અને ધીમે ધીમે તેઓ નીસ્તેજ અને સામાન્ય બની જાય છે.

સૌથી મોટામાં મોટો ભય એ છે કે ઈશ્વરીય અવસ્થાની ટોચ સુધી પહોચવુ અને નર્કના ઉંડાણમાં પડી જવુ કોઇપણ જાતના ડર વગર આ બંને અવસ્થા વચ્ચેના યાત્રી બનો ધીમે ધીમે તમે પણ જાણશો કે તમે પ્રેક્ષક છો સાક્ષી છો. તમારા મનની કોઇ વસ્તુ ટોચ સુધી જાય છે. પરંતુ બહાર પણ કંઇક એવુ જ છે તે ત્યાં જ છે. - ફકત જુઓ તેની નોંધ કરો - અને તે તમે છો .

બંને ધ્રુવો તમારી અંદર છે પરંતુ તમે બંનેમાંથી કાંઇ નથી. - તમે એ બંનેથી  ખૂબ જ ઉપર છો મેદાન ઉચુ અને નીચુ છે., સ્વર્ગ અને નર્ક બંને ત્યા છે. પરંતુ તમે એ બંનેમાંથી દુર કયાક છો તમે ફકત આ રમતને જુઓ છો . અસ્તિત્વનો સંપુર્ણ ખેલ .

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:16 am IST)