વિવિધ વિભાગ
News of Thursday, 18th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સુરક્ષા

કોઇપણ જગ્યાએ સુરક્ષા નથી . જીવન અસુરક્ષીત છે. અને તેના માટેનો કોઇ આધાર પણ નથી . તે આધાર વગરનુ છે.

સુરક્ષા માંગવાથી જ તમે સમસ્યા ઉત્પન કરો છો જેટલુ વધારે તમે માંગશો તેટલા જ તમે અસુરક્ષીત બની જશો  કારણ કે અસુરક્ષા જીવનનો એક સ્વભાવ છે.તમે સુરક્ષા નહી માંગો તો તમે કયારેય અસુરક્ષા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જેમ વૃક્ષો લીલા છે તેમ જીવન અસુરક્ષીત છે. જો તમે વૃક્ષોને સફેદ બનાવવાની માંગ કરશો તો સમસ્યા ઉભી થશે. સમસ્યા તમારા દ્વારા ઉત્પન્ન થાય છે. વૃક્ષો દ્વારા નહી. - તેઓ લીલા છે અને તમે તેઓને  સફેદ બનાવવાનુ કહો છો તેઓ તે રીતે વર્તી ના શકો

જીવન સુરક્ષીત છે અને તેવીજ રીતે પ્રેમ પણ છે. તે જ સારુ છે. જો તમે પણ નિર્જીવ બની જાવ તો જ જીવન સુરક્ષીત બની શકે પછી બધુ જ ચોક્કસ છે. પત્થરની નીચે જમીનનો આધાર છે. ફુલની નીચે કોઇ આધાર નથી. ફુલ અસુરક્ષીત છે. એક પવનની લહેરથી ફુલ વીખેરાઇ શકે છે. પાંખડીઓ  ખરીને અદ્રશ્ય થઇ શકે છે. ફુલ ત્યા જ છે એ જ એક ચમત્કાર છે.ઙ્ગઙ્ગઙ્ગઙ્ગ- કારણકે તેને ત્યા રહેવા માટેનુ કોઇ કારણ નથી જીવન ચમત્કાર છે. - કારણ કે તેને પણ ત્યા રહેવા માટે કોઇ પણ કારણ નથી. આ ફકત એક ચમત્કાર જ છે. કેમ કે તમે આ સ્વીકાર કરશો ત્યારે જ પરીપકવતા આવશે અને ફકત સ્વીકાર નથી પરંતુ તેને માણવાની પણ શરૂઆત કરો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:13 am IST)