વિવિધ વિભાગ
News of Monday, 17th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

નવો-શિતળ પ્રેમ

''નવો-શીતળ પ્રેમ થવા દો એકબીજા પ્રત્યે પ્રેમાળ બની રહો. કાળજીની ઉત્કઠંા રાખો અને ઉષ્ણતાની ઉત્કંઠા ન રાખો કારણ કે તે ઉષ્ણતા એક ગાંડપણ હતું તે એક ઝનુન હતું. સારૂ થયું કે તે જતુ રહ્યું તમે તમારી જાતને નસીબદાર સમજો.''

જો પ્રેમ ઉંડાણપૂર્વક થશે તો પતિ અને પત્નિ, ભાઇ અને બહેન બની જશે જો પ્રેમ ઉંડાણપૂર્વક થશે તો સુર્યની ઉર્જા, ચંદ્રની ઉર્જામાં ફેરવાઇ જશે ઉષ્ણતા જતી રહેશે એક શીતળતા આવી જશે અને જ્યારે પ્રેમ ઉડાણપૂર્વક થશે ત્યારે એક ગેરસમજ ઉભી થશે કારણ કે આપણે ઉષ્ણતા આવેગ અને ઉતેજનાની આદત પડી ગઇ છે. અને હવે તે બધુજ મુર્ખામી લાગે છે ખરેખર તે મુર્ખામી છે. ! હવે જ્યારે તમે પ્રેમ કરો છો, તે તમને મુર્ખાઇ લાગે છે, જો તમે પ્રેમ ના કરો તો તમને જુની આદતને લીધે એવો અનુભવ થાય છે કે ંકઇ છુટી ગયું.

જયારે પતિ અને પત્નિ આવુ અનુભવવાની શરૂઆત કરે છો, એક ડર ઉત્પન્ન થાય છે- તમે બીજાને અવણવાનું શરૂ કર્યુ છે ! શુ તમે એકબીજાના ભાઇ -બહેન બની ગયા છો ? આ બધા ડર ઉત્પન્ન થશે કયારેક એવું અનુભવવાની શરૂઆત થાય છે કે તમે કંઇક ગુમાવી રહ્યા છો-એક પ્રકારનો ખાલીપો અનુભવાય છે. પરંતુ તેને ભુતકાળને નજરમાં રાખીને નહી જુઓ તેને ભવિષ્યને નજરમાં રાખીને જુઓ તે ખાલી પણામાં પણ ધણુબધુ બનશે. તે આત્મીયતામા પણ ઘણુ બધુ બનશે-તમે બંને અદ્રશ્ય થઇ જશો તમારો પ્રેમ સેકસ રહિત બની જશે .બધીજ ઉષ્ણા જતી રહેશે અને પછી તમને એક અલગ જ ગુણવતાનો પ્રેમ જાણવા મળશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:26 am IST)