વિવિધ વિભાગ
News of Saturday, 13th April 2019

યા દેવી સર્વભુતેષુઃ શકિતરૂપેણ સંસ્થિતાઃ

મા લક્ષ્મીની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય

 

ઓમ શ્રીમ્ મહાલક્ષ્મ્યે ચ ચિદમહે

વિષ્ણુપત્ની ચ ધિમહી

તત્નો લક્ષ્મીઃ પ્રચોદયાત્

માતા લક્ષ્મીજીના આ મંત્રનો જપ હવન ચમત્કારીક પરિણામ લાવી શકે છ.ે

ઘણી વ્યકિતઓના નશીબ ચાર ડગલા પાછળ હોય છે. ગમે તેટલી મહેનત કરે તો પણ કાયમ બે છેડા ભેગા થતા નથી સુખ અને સગવડ તેનાથી દુરજ ભાગે છે.

જન્મ કુંડલીમાં ધનેશ લાભેશ, ભાગ્યેશ, સુખેશ જેવા સ્થાનો આર્થિક ભૌતિક, સુખ વૈભવ સુચક બાબતો સાથે સંકળાયેલ હોય છે.

જો આ સ્થાનો નબળા હોય તો જીવનમાં આર્થિક ક્ષેત્રે ચડતી પડતી આવે છે. સુખ-સગવડો મકાન અને વાહન વગેરેનું સુખ મળતું નથી કદાચ કુંડળીના અન્ય શુભયોગોને કારણે મળી જાય તો પણ તે ગુમાવી દેવા પડે છે.

લક્ષ્મીનારાયણના ચિત્રનું પંચોપચાર પૂજન કરવુ, ગાયના ઘીના દીવા આડી ઉભી વાટને પ્રગટાવવા, પીળા રંગના પુષ્પો, કેસરથી પીસી કરેલા ચોખા અને ઉત્તમ પ્રકારની અગરબતી કે ધૂપ નૈવૈદ્ય કરાવવું.

સાધકે પીળા વસ્ત્રો, ધારણ કરવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા પીળા રંગના આસન પર બેસવું પૂર્વ દિશામાં મો રાખીને જપ કરવા.

રેશમી પીળા રંગની દોરીમાં પરોવેલા કમળ કાકડીના મણકાની માળાથી જપ કરવા રૂદ્રાક્ષની માળા પણ ચાલે, ઓછામાં ઓછી એક માળા કરવી.

એમ મનાય છે કે, જપમાં જો ૭ કે ૧૧ માળા કરવામાં આવે તો બહુ જલ્દીથી શુભફળની પ્રાપ્તિ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી જરૂરી છે.

આસામની પુરાણ પ્રસિદ્ધ શકિતપીઠ કામખ્યા દેવી દેવસ્થાનમાં અવિરત વહેતી પાણીની ધારા

હિન્દુ ધર્મમાં પવિત્ર સ્થાનોમાં એક સૌથી પુરાણું માનવામાં આવતું ધર્મસ્થાન છે પૂર્વ ભારતમાં આવેલું કામાખ્યા માતાજીનું મંદિર....!

આ પુરાણ પ્રસિદ્ધ મંદિર ગૌહતીનાઃ પશ્ચિમે બ્રહ્મપુત્રા નદીના કિનારે નિલાચલ ટેકરીઓમાં આવેલું છે.

કહે છે કે પાર્વતીજીના પિતાએ યજ્ઞનું આયોજન કર્યું, તેમાં મહાદેવજીને આમંત્રણ આપ્યું નહી પાર્વતીજીએ જોયું કે પતિનું અપમાન થઇ રહ્યું છે. એથી એમણે અગ્નિમાં ઝંપલાવ્યું આ જોઇને મહાદેવજી અતિ ક્રોધિત થયા પાર્વતીજીના બળતા શરિર સાથે તાંડવ કરવા લાગ્યા જો મહાદેવજીનો ક્રોધ શાંત થાય નહી તો દુનિયાનો વિનાશ નિશ્ચિત હતો. પણ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડયું તેનાથી દેવીના શરિરના ટુકડા થઇને પૃથ્વી પર પડયા એમના અંગો જયા જયાં પડયા એ બાવન સ્થળે શકિતપીઠનું નિર્માણ થયું કામખ્યા માતાજી મંદિર એક શકિતપીઠ છે.

એમ કહે છે કે પાર્વતીજીએ પોતાને આ સ્થળેજ શિવજીને સમર્પિત કર્યા હતા આ મંદિર આઠ કે નવમી સદીમાં બનાવાયું હોવાનું મનાય છે.

આ ધર્મસ્થળ મલેચા રાજવંશના રાજવીઓએ બનાવ્યું હોવાનું કહે છે.

પ્રાચિન સમયથી જ આસામની સંસ્કૃતિમાં આ દૈવીશકિતનો ખુબ મોટો પ્રભાવ રહ્યો છે. માતા કામખ્યાજી સહીત દેવીઓ સંસારમાં શકિતનું સિંચન કરે છે.

અહી પુજા અર્ચના અને જે તાંત્રીક વિધિ કરવામાં આવે છે, તેને ખાસી કહેવામાં આવે છ.ે

આ દેવસ્થાનનું ગર્ભગૃહ જમીન નીચે વીસ ફુટ ઉંડે ગુફામાં આવેલ છે. અને અહીથી પાણીની એક ધારા વહે છે આ પાણીની ધારા કયાંથી આવે છે તે કોઇ હજુ સુધી નકકી કરી શકતુ નથી.

આસામની પુરાણી સ્થાપત્ય શૈલી અનુસાર મંદિરની બાંધણી કરવામાં આવી છે. ત્યાં કામખ્યા દેવીની શકિતપીઠ બીરાજે છે. અહીની ગુફા કાળા પથ્થરોની બનેલી છે. ત્યાં સુધી પહોંચવા અંધકારભર્યા સાંકડા માર્ગમાંથી પસાર થવાનું રહે છે.

મંદિરના બીજા ત્રણ ભાગમાં કલાન્તા, પંચરત્ના નરમંદિર તરીકે ઓળખાય છે.

મંદિરનો પ્રવેશ દ્વાર ઉત્તર દિશામાં છે, કામખ્યાદેવી ઉપરાંત તારા, સોદામી, ભુવનેશ્વરી ભૈરવી, ચિનયસ્તા, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા આ દસ મહાવિદેય દેવીઓ આ મંદિરમાં બીરાજે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:34 am IST)