વિવિધ વિભાગ
News of Monday, 8th April 2019

યા દેવી સર્વભુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતા

દેવી અન્નપૂર્ણા અન્ન ઐશ્વર્ય, અભય પ્રદાન કરે છે

આપણી સંસ્કૃતિમાં અન્નદાનનો મહિમા છે. ''અન્નદાનમ્-મહાદાનમ્'' એવું મનાય છે કે અન્નની નિંદા ન કરાય, તેનો બગાડ કરાય નહી, કે પછી તેની નિંદા પણ ન કરાય.

''હે અન્નપૂર્ણા,''! હે સદા પરિપૂર્ણ ! હે મહાદેવજીના પ્રાણપ્યારા!

હે માતા પાર્વતી ! જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ  માટે ભિક્ષા આપો.

અન્નપૂણ્ર્ સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે !

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાદેહી ચ પાર્વતી !

આપણા શાસ્ત્રોમાં માગસુર સુદ છઠ્ઠથી વદ-અગીયારસ સુધી ર૧ દિવસ સુધી માતા અન્નપૂર્ણા વ્રતનું આયોજન થાય છે. એમ કહેવાય છે કે, સૃષ્ટિમાં સૌ પ્રથમ અન્ન પેદા થયું. અન્ન એ તો જીવન રસ એનાથી પ્રાણી સૃષ્ટિ જીવે છે. અને અન્નપૂર્ણા તો બ્રહ્મસ્વરૂપ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે. અન્નપૂર્ણા કૃષિ સંસ્કૃતિનું દૈવી પ્રતિક છે. તેમનું પ્રાચિન સ્વરૂપ ધાન્યના અખૂટ ભંડાર સમી ધરતીમાં જોઇ શકાય છ.ેધરતીમાતા અખિલ વિશ્વનું પોષણ કરનાર છે ભૂમિસુકતમાં ઋષિ કહે છે, 'માતાભુમિ પુત્રો હું પૃથીવ્યા' શિવપત્ની પાર્વતીજીનું એક નામ 'ઉમા' પણ છે.  ધરતીમાંથી પ્રાપ્ત થતા ધાન્યના ભંડારોનું અક્ષય પાત્ર દ્વારા વિતરણ કરનાર ઉદાર દેવી એટલે અન્નપૂર્ણા...

પુરાણકાળમાં ભગવાન મહાદેવજીના પત્ની પાર્વતીનું એક સ્વરૂપ અન્નપૂર્ણા રૂપે પુજાવા, લાગ્યા, હિમાલયની પુત્રી પાર્વતી જ દેવી અન્નપૂર્ણા મનાય છે. અને મહાદેવજી પોતાના પ્રાણેશ્વરી દેવી અન્નપૂર્ણા સાથે કાશીનગરીમાં વિશ્વનાથ જ્યોર્તિલીંગ રૂપે કાયમી નિવાસ કરે છે.

કહેવાય છે કે, પહેલા શિવજી શ્વસુરગૃહે હિમાલયના કૈલાસમાં નિવાસ કરતા હતા.

પરંતુ દેવી અન્નપૂર્ણાના આગ્રહથી તેઓ કૈલાસ છોડી કાશીમાં ભગવાન વિશ્વનાથ સ્વરૂપે રહેવા લાગ્યા.

કાશીના આ વિશ્વનાથ મંદિરની બાજુમાંજ આજે પણ ભગવતી અન્નપૂર્ણાના દર્શન કરીને ભાવિકજનો ધન્ય બને છે. અહી દેવી અન્નપૂર્ણા ચાંદીના કલાત્મક અને ચળકતા સિંહાસન પર બીરાજમાન છે.

શિવપુરાણ પ્રમાણે ભોળાનાથ મહાદેવ એકવાર ભિક્ષુકનો અવતાર લઇ ભિક્ષા માટે અન્નપૂર્ણા સામે ભિક્ષા દે હિં કહીને ઉભા રહ્યા.

ત્યારે ભગવતીએ તેમને ભાવપૂર્વક પોતાના અક્ષય પાત્રમાંથી ભિક્ષા આપી આ દ્રશ્ય ભુખ્યા કે ભિક્ષુકને અન્નથી તૃપ્ત કરવાનો બોધ આપે છે.

ભિક્ષુક શંકર અન્નપૂર્ણાની પ્રેરણાથી દિવસ દરમીયાન મળેલી બધી જ ભિક્ષા ભિક્ષુકો-ભુખ્યાજનોને વહેંચી દે છે.

દેવી અન્નપૂર્ણા તો અન્ન ઐશ્વયં આશ્રય અને અભય પ્રદાન કરે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:04 am IST)