વિવિધ વિભાગ
News of Monday, 10th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સરળ હૃદય

''સરળનો અર્થ મસ્તિષ્કથી હૃદય તરફ જવું''

મન લુચ્ચુ છે, તે કયારેય સરળ નથી. હૃદય કયારેય લુચ્ચાઇ કરતું નથી. તે હંમેશા સરળ છે. સરળનો અર્થ મસ્તિષ્કથી હૃદય તરફ જવું.

આપણે મસ્તિષ્કનો ઉપયોગ કરીને જીવીએ છીએ તેથી જ આપણું જીવન વધારે અને વધારે ગુંચવણભર્યું, વધારે અને વધારે જીગસો પઝલ જેવુ બનતું જાય છે કઇ જ બંધ બેસતું લાગતુ નથી અનેજેટલા આપણે હોશીયાર બનવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલી વધારે ગરબડ થતી જાય છે. આ આપણો ઇતિહાસ છે આપણે વધારે અને વધારે પાપી બની રહ્યા છીએ. હવે આખી પૃથ્વી એક પાગલખાના જેવી છે. માનવજાતને જો બચક હશે તો હવે એક મોટો બદલાવ કરવાનો સમય થઇ ગયો છે. આપણે મસ્તિષ્કથી હૃદય તરફ જવુ જ પડશે. નહીતર મસ્તિષ્ક તો આત્મહત્યા કરવા માટે તૈયાર જ છે. તેણે એટલા બધા દુખ, કંટાળો અને સમસ્યાઓ ઉત્પન્ન કરી છેકે આત્મહત્યા જ એકમાત્ર બચવાનો રસ્તો લાગે છે. આખી પૃથ્વી આ આત્મહત્યાની તૈયારી કરી રહીછે જો કોઇ ચમત્કાર નહી થાય તો તે એક સામુહિક આત્મહત્યા હશે.

આ ચમત્કાર જ હશે એક મોટો ક્રાંતિકારી બદલાવ આપણા દ્રષ્ટીકોણમાં આસસસપણે હૃદય દ્વારા જીવવાની શરૂઆત કરશુ આપણે મનના આખા વિશ્વને છોડી દેશું અને આપણે નાના બાળકની જેમ એક તાજી શરૂઆત કરશું.

હૃદય દ્વારા જીવો, અનુભવો વધારે વિચારો ઓછુ વધારે સંવેદનશીલ અને ઓછા તાર્કિક બનો વધારે અને વધારે હૃદયમય બનો અને તમારૂ જીવન સંપૂર્ણપણે આનંદથી ભરાઇ જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:58 am IST)