વિવિધ વિભાગ
News of Thursday, 25th July 2019

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર-પિનાકી મેઘાણીના પિતા નાનકભાઇ મેઘાણીને સ્વરાંજલી અર્પણ

રાજકોટ, તા.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી મેદ્યાણીના પિતા નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીને પાંચમી પુણ્યતિથિએ 'સ્વરાંજલિ' અર્પણ થઈ. ઉત્તમ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોચે તે માટે સ્વ. નાનકભાઈ આજીવન કાર્યરત રહ્યા.

ખ્યાતનામ લોકગાયિકા રાધાબેન વ્યાસ અને તેમનાં યુવા ઈજનેર પુત્ર મીત વ્યાસે ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી. લોકગાયક-ભજનિક ગંગારામ વાદ્યેલા અને બાળકલાકારો ધ્વનિ વાદ્યેલા, મલ્હાર વાદ્યેલા (તબલા) અને શુભમ વાદ્યેલા (કરતાલ)એ સમસ્ત વાલ્મીકિ અને વંચિત સમાજ વતી સ્વરાંજલિ આપી.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી, આજીવન સમાજ-સેવિકા, પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારમાંથી ડો. અક્ષયભાઈ શાહ (અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક), ડો. દિનેશભાઈ અવસ્થી (ઈડીઆઈના પૂર્વ  ડીરેકટર), ડો. અમિતબેન શાહ-અવસ્થી (જીઆઈડીઆરનાં પૂર્વ ડીરેકટર) અને અનારબેન શાહ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ કસ્ટમના આસી. કલેકટર વિપીનભાઈ ઓઝા (આઈઆરએસ), ગુજરાત સરકારના પૂર્વ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલ (અમદાવાદ)ના પૂર્વ આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, વાલ્મીકિ સમાજમાંથી કે. સી. વાદ્યેલા (વાલ્મીકિ યુવા ઉત્થાન મિશન), ભગવાનદાસ ચૌહાણ (વાલ્મીકિ સફાઈ કામદાર સંદ્ય), જગદીશભાઈ વાઘેલા, નવલભાઈ સોલંકી  અને દિલીપભાઈ વાઘેલા (ગ્રંથપાલ), સહકારી ક્ષેત્રના ગોવિંદભાઈ જાદવ, જતીનભાઈ ઘીયા, દેવેનભાઈ-માલિનીબેન બદાણી, પીયૂષભાઈ વ્યાસ, પૂર્વ પ્રાધ્યાપક ડો. પ્રીતિબેન શાહ અને અમીબેન શાહ, યુવરાજસિંહ જાડેજા (વેલસ્પન ઈન્ડસ્ટ્રીઝ), ભરતભાઈ મહેતા (નીરમા સીમેન્ટ), દિપકભાઈ શાહ, તુષારભાઈ શાહ, કાજલબેન સંજયભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી.     

ડો. અક્ષયભાઈ શાહે પોતાના માસા સ્વ. નાનકભાઈ અને માસી સ્વ. કુસુમબેન સાથેના લાગણીસભર સંભારણાં વાગોળ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્યમાં આલેખેલી વંચિત સમાજના શૌર્ય, શીલ અને સ્વાર્પણની વાતોનો આસ્વાદ પિનાકી મેઘાણીએ કરાવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અને વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી અગ્રગણ્ય ઊની ખાદી સંસ્થાના ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીનું આભિવાદન વાલ્મીકિ સમાજના અગ્રણીઓ દ્વારા કરાયું હતું. યુવા પ્રતિભાશાળી કલાકાર મીત પીયૂષકુમાર વ્યાસનું પણ પિનાકી મઘાણી અને ઝવેરચંદ મઘદ્યાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન કરાયું હતું.

આલેખન :પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:35 am IST)