વિવિધ વિભાગ
News of Thursday, 10th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રેમનુ રસાયણ

''પ્રેમ દિવ્ય છે. જો પૃથ્વી ઉપર કઇ દિવ્ય છે તો તે પ્રેમ છે અને પ્રેમ બીજી બધી વસ્તુઓને દિવ્ય બનાવે છે. પ્રેમજ જીવનનું સાચુ રસાયણ છે. કારણ કે તે જ ધાતુને સોનામાં પરીવર્તીત કરે છે.''

લગભગ દુનિયાની બધી જ ભાષાઓમાં ઘણીબધી જુની વાર્તાઓ છે કે કોઇએ દેડકાને ચુંબન કર્યું અને દેડકો રાજકુમાર બની ગયો છે. દેડકાને શાપ હતો તે કોઇ તેને ચુંબન કરે તેની રાહ જોતો હતો તે પ્રેમના આવવાની રાહ જોતો હતો. તે આવે અનેતેને પરીવર્તીત કરે.

પ્રેમ પરીવર્તીત કરે છે-બધીજ વાર્તાઓનો આ સંદેશ છે વાર્તાઓ ખૂબજ સુંદર અને સંજ્ઞાત્મક છે કેવળ પ્રેમજ છે જે પ્રાણીને માણસમાં પરીવર્તીત કરી શકે નહીતર મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે કોઇ તફાવત નથી અને જેટલા તમે વધારે પ્રેમાળ બનીને જીવો તેટલી જ તમારામાં માનવતાનો વધારે જન્મ થશે સૌથી ઉચ્ચ બીદુ છે જયારે વ્યકિત જ પ્રેમ બની જાય તેનાથી ફકત પ્રાણીનું જ પરીવર્તન નથી થતુ પરંતુ મનુષ્યનું પણ થાય છે. પછી વ્યકિત દિવ્ય બની જાય છે ભગવાન બની જાય છે.- માનવ જાતનો સંપૂર્ણ વિકાસ તે પ્રેમનો વિકાસ છે. પરેમ વગર-આપણે પ્રાણી સમાન છીએ પ્રેમથી જ આપણે મનુષ્ય છીએ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:57 am IST)