વિવિધ વિભાગ
News of Monday, 30th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શરણાગતી સ્વીકારવા

''અંદરથી તમે સંપૂર્ણ શરણાગતી સ્વીકારવા માગો છો કે જયા તમારી બધી જ ચીંતાઓ વીસર્જીત થઇ જાય અને તમે વિશ્રામ કરી શકો પરંતુ તમને બીક લાગે છે. બધાને શરણાગતી સ્વીકારવામાં બીક લાગે છે.''

સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે આપણે કોઇક-છીએ - આપણે કઇ જ નથી. તમારી પાસે ત્યાગ કરવા માટે શું છે?- ફકત એક ખોટો અહંકાર, એવો વિચાર કે તમે કોઇક છો તે કાલ્પનીક છે. જયારે તમે કલ્પનાને ત્યાગી દેશો ત્યારે તમે વાસ્તવીક બની જશો પરંતુ આપણે તેને વળગી રહીએ છીએ-કારણ કે આખી જીંદગી આપણને લડતા રહેવાનું શીખવાડવામાં આવ્યું છે જાણે આખી જીંદગી બચવા માટેનો એક સંઘર્ષ હોય.

શરણાગતી સ્વીકારવાથી જ જીવનને સમજી શકાય પછી તમે લડવાનું બંધ કરશો અને માણવાની શરૂઆત કરશો પરંતુ પક્ષીમાત્ર અંહકારનો ખ્યાલ ખૂબજ પ્રબળ છે. અને દરેક વ્યકિત કઇક- જીતવાની કોશીષ કરી રહ્યો છે. લોકો કુદરતને પણ જીતવાની વાતો કરે છેઃ નરી મુર્ખતા જ છે! આપણે તેનો નાશ કરી શકીએ, તેને જીતી ના શકીએ તેથી જ પ્રકૃતિનો ધીમે-ધીમે વીનાશ થતો જાય છે. સમગ્ર વાતાવરણ ખરાબ થતુ જાય છે.

જીતવા માટે ખરેખર કઇ જ નથી. ખરેખર તો વ્યકિતને પ્રકૃતિ સાથે વહેવુ જોઇએ અને પ્રકૃતિને રહેવા દેવી જોઇએ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:34 am IST)