વિવિધ વિભાગ
News of Thursday, 26th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આઝાદી

''જે વ્યકિત કહે છે. ' કઇપણ બને હુ આનંદીત જ રહીશ. પરીસ્થીતીથી મને કોઇ ફરક પડતો નથી. કોઇપણ- પરિસ્થિતીમા હુ ખુશ થવાનો રસ્તો શોધી લઇશ' તે વ્યકિત-આઝાદ છે.''

કોઇ પણ પ્રકારના રાજકારણથી ફરજ નહી પડે. બહારની દુનીયાની પરીસ્થિતી બદલવાથી કોઇ ફરક નહી પડે. ગરીબ અથવા ધનવાન, ભીખારી અથવા રાજા, આઝાદ, વ્યકિત સમાન જ રહે છે. તેની અંદરની મનોદશામાં કોઇ ફેરફાર થતો નથી.

ધ્યાનનો આ જ ધ્યેય છે-આ પ્રકારની શાંતી અને સ્થીરતા પામવી જે બીનશરતી છે. પછી જે કઇપણ બનશે તમે ખુશ રહેશો તમે ખુબ જ ખુશ રહેશો તમારી ઇચ્છાઓને ત્યાગી દો અને તમે જોશો કે તમે જે ઇચ્છતા હતા તે પોતાની જાતે જ થવાની શરૂઆત થઇ જશે. અચાનક બધુ જ સરળ થઇ જશે. બધુ બંધ બેસી જશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:43 am IST)