વિવિધ વિભાગ
News of Saturday, 1st February 2020

સામાન્ય જન લક્ષી બજેટ ઇન્કમટેકસ દરના ઘટાડાથી ખર્ચ કરવાની વૃધ્ધી થવાથી માંગ વધશે

અર્થતંત્ર વેગવાન બનાવવા સંઘર્ષ પ્રયાસોવાળુ બજેટ :ભાજપ સરકારનું સર્વશ્રેષ્ઠ બજેટ

૨૦૨૦નું બજેટ અત્યારે સતત મંદીમાંથી બહાર કાઢવા આ બજેટમાં  અનેક પ્રયાસ થયા છે. જેમા આવકવેરા દરમાં ઘટાડો, તેજસ ટ્રેનો વધારી ૧૫૦ ટ્રેનો ચાલુ કરવાનું ખેડૂતોને લોન માફી- વ્યાજ માફીને બદલે ૧૫ પોઇન્ટ  પ્રોગામ કરી ખેેડૂતોને વધુ તેજસ્વી બનાવી તેમને સમૃધ્ધ બનાવવી IDBI બેંક તેમજ LIC માંથી સરકારોનો  હિસ્સો ઘટાડવાથી સરકાર દેશને બદલે ડીસઇનવેસ્ટમેન્ટ કરવું, દેશમાં નવા એરપોર્ટ તેમના સરકાર પોતાને ધંધો કરવાને બદલેે ધીરે-ધીરે ધંધાકીય પ્રવૃતિમાંથી બહાર નીકળવા પ્રાઇવેટ મેનેજમેન્ટ તથા લોકોની માલીકીની કંપનીઓ કરવાનો ઉદેશએે આમ અર્થતંત્રને અત્યંત મજબુત બનાવવા લોક ઉપયોગ બજેટ છે.

સરકાર ગામડાના માણસોમાં વધુુ ફાયદો થાય તે ઉદેશ રાખી ગામડામાં અનેક શૈક્ષણિક, સ્વાસ્થ, ગરીબોમાં શૌચાલય પોતાનું મકાન ગેસ, ઇલેકટ્રીક સોલાર ઇલેકટ્રીક વગેરે માટે ઘણી યોજનાઓ જાહેરાત કરેલ  છે. અત્યાર સુધીના બધા ભાજપ સરકાર દ્વારા બહાર પાડેેલ બજેટમાં આ સૌથી વિકાસ લક્ષી મંદીમાંથી બહાર કાઢનાર બજેટ છે. જો આવુ બજેટ ચાર-પાંચ વર્ર્ષ પહેલા બહાર પાડેેલ હોત તો દેશોનો વિકાસ ઘણો થયો હોત.

બેન્કમાં રોકાણ ઉપર ૧ લાખથી વધારી પાંચ લાખ બેન્ક ગેરેન્ટી કરી, ઓડીટ લીમીટ બે કરોડથી વધારી પાંચ કરોડ કરવાથી ટેક્ષમાં ખૂબ રાહત આપવાથી લોકોને રાહત મળશે તે નક્કી છે.

 સરકાર દ્વારા અનેક પગલા પ્રગતિમય પ્રોગ્રામ નક્કી કરેલ છે. જો તે બધાનો અમલ થાય તો નક્કી છે કે આવતા વર્ષે ૧૦% જીડીપી વધે તેવી શકયતા છે.

 મોદી સરકારે સામાજીક ક્ષેત્રે, આરોગ્ય તેમજ ગરીબોને રાહતરૂપ, દરેક મકાને ગેસ, વિજળી તથા શુદ્ધ પાણી પહોંચાડવા - ભ્રષ્ટાચારને નાબુદ કરવા અને ડીજીટલ ક્ષેત્રે અત્યંત વિકાસ કર્યો. આમ અનેક સામાજીક વિકાસ કરવાનો પ્રયત્નો બાદ હવે આર્થિક વિકાસ કરતુ આ બજેટમાં છે.

 બજેટમાં સીધા ટેક્ષમાં બચત થવાથી લોકો પાસે બચત તેમના નાણા ખર્ચવાની શકિત વધશે. તેનું પરિણામ ડિમાન્ડ વધવાથી નાના મોટા વેપારીઓ તથા ઉત્પાદકોને ફાયદો થશે.

 આમ આ બજેટ વિકાસીય, અર્થતંત્રને મજબૂત બનાવવા, ઈન્ફાસ્ટ્રકચર વધુને વધુ વિકાસ કરી દેશને વિકાસશીલમાંથી વિકસીત દેશ બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરેલ છે.

નીતિન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ

(3:56 pm IST)