વિવિધ વિભાગ
News of Thursday, 2nd January 2020

દરરોજ ઓશો૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 પુજા

''વ્યકિતએ ચર્ચમાં અથવા મંદિરમાં અથવા મસ્જીદમાં જવાની જરૂર નથી. તમે જયા પણ છો ત્યા આનંદિત બની રહો અને ત્યા જ મંદિર બની જશે. મંદિર તમારી જ ઉર્જાનું એક-સુક્ષમ સ્વરૂપ છે. જો તમે આનંદિત બની રહો તો તમે તમારી આજુબાજુ એક મંદિર બનાવી લો છો''

આપણે મંદિરોમાં બનાવટી ક્રિયાઓ કરીએ છીએ. મંદિરમાં આપણે ફૂલ ચડાવીએ છીએ જે આપણા નથી, આપણે તે વૃક્ષો પાસેથી ઉછીના લીધા છે તે પહેલેથી જ વૃક્ષો ઉપર ભગવાનને ચડાવેલા છે. અને તેઓ વૃક્ષો ઉપર જીવંત હતા, તમે તેઓને મારી નાખ્યા, તમે એક સુંદર કુદરતી રચનાની હત્યા કરી નાખી, અને હવ ેતમે એ હત્યા કરેલા ફૂલોને ભગવાનને અર્પણ કરો છો અને તમને શરમ પણ નથી--આવતી.

ખાસ કરીને મે ઇન્ડીયામાં એવું જોયું છે કે લોકો પોતાના છોડમાંથી ફુલો નથી લેતા, તેઓ પડોશીના છોડમાંથી લે છે. અને કોઇ તેમને રોકતુ નથી કારણ કે આ ધાર્મિક દેશ છે અને તેઓ ધાર્મિક હેતુ માટે ફૂલોને ચુંટે છે. લોકો દિવા અને મીણબતી પ્રગટાવે છે પરંતુ તેઓ તેમના નથી. લોકો-અગરબતી સળગાવી સુગંધ ઉત્પન્ન કરે છે પરંતુ બધુ જ ઉધાર છે.

આનંદિત અવસ્થામાં જ વાસ્તવિક મંદિર ઉત્પન્ન થાય છે. અને આ બધી જ ઘટનાઓ પોતાની જાતે જ બને છે જો તમે આનંદિત હશો તો તમે જો શો છે ફૂલો ચડાવાઇ રહ્યા છે, પરંતુ તે ફૂલો તમારી ચેતનાથી નીર્મીત છે ત્યા દિવો પણ-હશે પરંતુ તે તમારી અંદરની જ્યોતથી પ્રગટશે. ત્યા સુગંધ પણ હશે પરંતુ તે સુગંધ તમારા અસ્તીવત્વમાંથી પ્રગટ થશે. આ જ સાચી પૂજા છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:43 am IST)