વિવિધ વિભાગ
News of Monday, 23rd December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

આંગણાનું સત્યપ્રસ (વૃક્ષ)

''આ ક્ષણની જે હકીકત છે તે જ સાચો ધર્મ છે તેથી જો તમે ઉદાસી અનૂભવો છો તો તે આંગણાના સાયયત્રસ જેવી છેતેની તરફ જુઓ.... માત્ર તેની તરફ જુઓ કઇ જ કરવાનૂં નથી.''

ઝેન ગુરૂ ચાઉ ચાઉની એક પ્રસિદ્ધ વાર્તા છે એક સાધુએ તેમને પુછયું, ''સાચો ધર્મ શુ છે?''

ઝેન ગુરૂ ચાઉ ચાઉની એક પ્રસિદ્ધ વાર્તા છે એક સાધુએ તેમને પુછયું, ''સાચો ધર્મ શું છે?''

તે પુર્ણીમાની રાત હતી અને ચંદ્રનો ઉદય થઇ રહ્યો હતો. ગુરૂ લાંબા સમય સુધી ચુપ રહ્યા તેઓએ કઇના કહ્યું અને પછી અચાનક તેઓ જાગૃત થયા અને કહ્યું ''આંગણામાં રહેલા સાપ્રત્રસ સાથે જુઓ સુંદર ઠંડો પવન વહી રહ્યો હતો અને સાયત્રસ સાથે રમી રહ્યો હતો અને ચંદ્ર હમણા જ તેની ડાળ ઉપર આવ્યો હતો. તે ખૂબ જ સુંદર અને અદ્દભૂત દ્રશ્ય હતું તે લગભગ અશકય હતું કે તે આટલું સુંદર હોઇશકે.

પરંતુ સાધુએ કહ્યું ''આ મારો પ્રશ્ન નહોતો હું આંગણામાં રહેલા સાયત્રસ વિશે નથી પુછી રહ્યો અથવા તો ચંદ્ર અથવાતો તેની સુંદરતા વિશે પુછી રહ્યો મારા સવાલને તેની સાથે કઇ લેવા દેવા નથી હું પુછુ છું કે સાચો ધર્મ શું છે તમે મારો સવાલ ભુલી ગયા ?''

ગુરૂ ફરી લાંબા સમય સુધી ચુપ રહ્યાપછી ફરીથી તેઓ જાગૃત થયા અનેકહ્યું ''આંગણામાં રહેલા સાયત્રસ સામે જુઓ''

સાચા ધર્મના અહી અને અત્યારે તો સમાવેશ થાય છે આ ક્ષણની જે હકીકત છે તે જ સાચો ધર્મછે તેથી જો તમે ઉદાસી અનુભવો છો તો તે આંગણાના સાયત્રસ જેવી છે તેની  તરફ જુઓ... માત્ર તેની તરફ જુઓ કઇ જ કરવાનું નથી આ જોવાની ક્રિયા જ ઘણા રહસ્યો ખોલી નાખશે તે ઘણા દરવાજા ખોલી નાખશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:15 am IST)