વિવિધ વિભાગ
News of Thursday, 29th November 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

પ્રેમ સ્વર્ગ છે. સ્વર્ગનું દ્વાર છે. પૃથ્વી જ પરમાત્મા બની જાય છે, જો તમારા પર પ્રેમ વરસી જાય પ્રેમ માર્ગ છે. પ્રેમ મહામૃત્યુ છે. મટવાની તૈયારી કરો.બધાં શાસ્ત્ર તમને બચાવી લે છ, પ્રેમ તમને મિટાવી દે છે, એટલે એ જ અસલી શાસ્ત્ર છે.

પ્રેમ કરી નથી શકાતો. થઇ જાય, તો થઇ જાય. એ આકાશથી ઊતરે છે એકોઇ અજાણ્યા રસ્તાઓથી આવે છે અને પ્રાણોને ઘેરી લે છે. પ્રેમ તમારા હાથમાં નથી; પ્રેમ તમારા વશમાં નથી; પ્રેમ તમારી મુઠ્ઠીમાં નથી. તમે પ્રેમની મુઠ્ઠીમાં છો. પ્રેમ સૌથી વધારે પ્રાર્થનાની નિકટની વાત છે. પ્રેમને જો તમે સમજી લીધો, તો તમારું કરેલ કાંઇ પણ નથી; પરમાત્મા કરાવી રહ્યો છ.ે

મારો પ્રેમ તો એમ જ કહે છેકે જે મારા પછી જગતમાં આવી રહ્યા છે, તે બધી રીતે મારાથી આગળ વધે. તેઓ એક એવી દુનિયા બનાવે, જેની આપણે કલ્પના પણ નહોતા કરી શકતા.તેમનો આત્મા આપણાથી ઉજ્જવળ હોય, તેમના વિચાર આપણા કરતાં નિર્મળ હોય, પ્રેમ તો આવી જ પ્રાર્થના કરી શકે છ.ે પ્રેમ તો સદા મુકત કરે છ.ે

પ્રેમનાં ચિંહૃન જ તો પ્રભુના દ્વારની સીડીઓ છે. પ્રેમ સિવાય પરમાત્મા સુધી જનારો માર્ગ જ કયાં છે ? પરમાત્માને ઉપલબ્ધ થઇ જવાનું આ સિવાય બીજું કયું પ્રમાણ છે કે આપણે આ પૃથ્વી પર પ્રેમને ઉપલબ્ધ થઇ ગયા હતા? પૃથ્વી પર જે પ્રેમ છે, પરલોકમાં એ જ પરમાત્મા છે. પ્રેમ જોડે છે, એટલે પ્રેમ જ પરમજ્ઞાન છે.

જેટલા પ્રેમ આ જગતમાં કષ્ટ પામે છે, બીજા લોકો નથી પામતા. પ્રેમ ઉપદ્રવ છે કારણ કે પ્રેમની પ્યાસ છે, અહીં કોઇ વ્યવસ્થા નથી કે તેની તૃપ્તિ થઇ શકે. પરમાત્માએ પ્રેમની પ્યાસ આપી છે, પ્રેમનો અહીં કોઇ ઉપાય તૃપ્ત કરવાનો આવ્યો નથી,જેથી તમે અહીં ભટકી ન જાઓ; જેથી તમે ઘેર પાછા જ આવો. પ્યાસ તમારા રોમ-રોમમાં ભરી દીધી છે.

જિંદગીમાં એક જ અર્થ થઇ શકે છે, કે તમારો પ્રેમ જાગે. પ્રેમ એટલો જ હોય છે, જેટલો મોટો પ્યારો હોય. પ્યાર જ કરવો હોય તો મોટાને કરજો, વિરાટને કરજો.  ક્ષુદ્રને પ્રેમ કર્યો, ક્ષુદ્ર થઇ જશો. તમારા પ્રેમ તમારી પરિભાષા બને છે. તમે જેને પ્રેમ કર્યો, અંતતઃ તમે એ જ જઇ જશો.

પરમાત્માને પામવા માટે, કોઇ કર્મની કોઇ જરૂર નથી. પૂજા નહીં, પ્રાર્થના નહીં, યોગ, તપ, જપ નહીં. કર્મથી તેને પામી શકાતો નથી. તેને પ્રેમથી પામી શકાય છે. પ્રેમ એક ભાવ છે. પ્રેમ કોઇ શ્રમ નથી. તેને જેટલો પ્રેમ કરો, એટલા પ્રેમ કરવામાં કુશળ થઇ જાઓ છો. જેટલી તમારી અનુભૂતિ વધે, તમે પ્રેમ કરવામાં સમર્થ થઇ ગયા છો. પ્રેમ એક પ્રસાદ છે.એ તમારો શ્રમ નથી. પ્રેમ તમારો વિશ્રામ છે. પરમાત્માને પ્રયાસથી નથી પામી શકાતો, પ્રસાદથી પામી શકાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:52 am IST)