વિવિધ વિભાગ
News of Friday, 17th August 2018

પવિત્ર શ્રાવણ માસ

શિવ અને શકિત અભિન્ન

મહાદેવજીની આખી પ્રદક્ષિણા કરાય નહી

પૃથ્વી, જળ, વાયુ, તેજ, અને આકાશ એવા પંચ મહાભૂતોથી બનેલી આ સૃષ્ટિ છે, અને આ સૃષ્ટિનો કર્તા, પરમ કૃપાળુ પરમાત્મા સિવાય કોઇ નથી હે! પ્રભુ ! આપ તો સર્વ પ્રમાણો વડે સિધ્ધજ છો.

જે રીતે સૂર્ય અને તેનો પ્રકાશ, અગ્નિમાં વ્યાપ્ત છે. એ જ રીતે શિવ અને શકિતએ એકબીજાથી એ પ્રકારે અભિન્ન છે.

સમગ્ર સંસારનાં રૂપમાં અભિવ્યકત શકિતના આધાર અને અધિષ્ઠાન શિવ છે. જે રીતે પુષ્પમાં સુગંધ, ચંદ્રમાં આ ચાંદની સ્વભાવતઃ સિધ્ધ છે. એ જ પ્રકારે શિવમાં શકિત પણ સ્વભાવ સિધ્ધ છે.

શિવ બ્રહ્મા છે, ઉમા સરસ્વતી છે, શિવ વિષ્ણુ, ઉમા લક્ષ્મી છે. શિવ સૂર્ય છે. અને ઉમા છાયા છે.

આ પ્રકારે સર્વત્ર શિવની શકિત તેમની સાથે જ વિદ્યમાન રહે છે.

શિવના લગ્ન પછી જગતજનનીનું વિકરાળ અને ભયાનક કાલી સ્વરૂપના નારીમાંથી સ્વરૂપવાન લલીતામાં રૂપાંતર થાય છે... અને ત્યારે... ભગવાન શિવ જોગીપણુ ત્યજી દે છે. અને કાલી વિકરાળ સ્વરૂપ ત્યજી દે છે. શિવ ગૃહસ્થી બનવા માટે શરણગતિ સ્વીકારે છે.

પાર્વતી એમની પત્ની બનવા માટે શરણગતિ સ્વીકારે છે.

શિવનું શંકરમાં રૂપાંતર થાય છે. અને વિકરાળ ભૈરવીનું સ્વરૂપવાન લલીતામાં રૂપાંતર થાય છે.

સંસાર નિભાવવા માટે પતિ-પત્નીએ સમાધાન વૃત્તિ દાખવવી પડે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ભોળાનાથ મહાદેવજીના શિવલીંગ પર ચડાવેલું જળ જે બાજુથી થાળુ છોડી બહાર નીકળે છે. તે સોમ સુત્રનું સ્થાન છે. અને એને ઓળંગી શકાતુ નથી.

જો કે શાસ્ત્રોમાં એવું પણ કહયું છે કે, ઘાસ, લાકડુ, પાંદડા, પથ્થર, ઇંટ, વગેરેથી ઢાંકી દેવામાં આવેલ સોમસુત્રનું ઉલ્લંઘન કરવામાં કોઇ દોષ લાગતો નથી.

પણ શિવ સ્પાર્થ પ્રદક્ષિણાનો અર્થ જ એ થાય છે કે, શિવની આખી પ્રદક્ષિણા કરવી જોઇએ નહી.

ભગવાન ભોળાનાથ મહાદેવના શિવલીંગની પરિક્રમા હંમેશા ડાબી બાજૂથી શરૂ કરીને જલાધારીમાંથી નીકળતાં જળસ્ત્રોતની નીકના સ્થાન સુધી જઇ પછી વિપરીત દિશામાં પરત ફરી પાછી બીજી બાજૂ જવું જોઇએ.

આમ ભોળાનાથ મહાદેવની સંપૂર્ણ પ્રદક્ષિણ કરી શકાતી નથી. શિવ આરાધનાથી મનથી કરેલી પવિત્ર કર્મથી જીવ મુકિત મેળવીને ભવબંધનમાંથી મુકત થઇ જાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:24 am IST)